માનવાધિકાર સંગઠન હેંગો કહે છે કે તેની ફાંસી ફક્ત મુલતવી છે. રદ કરાઇ નથી. સોલ્તાની પર "રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ કાવતરું" કરવાનો આરોપ છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ
ઈરાનમાં તાજેતરમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા ઈરફાન સોલ્તાનીને ફાંસી આપવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન હવે વિરોધીઓ સામે મૃત્યુદંડનો ઉપયોગ કરશે નહીં. માનવાધિકાર સંગઠન અનુસાર, સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા બદલ અટકાયતમાં લેવાયેલા ઈરાની દુકાનદાર ઈરફાન સોલ્તાનીને ફાંસીનો ગંભીર ભય રહે છે.
ઈરફાન સોલ્તાની મામલે અમેરિકાનો હસ્તક્ષેપ
નોર્વે સ્થિત માનવાધિકાર સંગઠન હેંગો અનુસાર, ગયા અઠવાડિયાના વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધા બાદ 26 વર્ષીય ઈરફાન સોલ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. સંગઠન કહે છે કે સોલ્તાની પર કેસ ચલાવવામાં આવ્યો, દોષિત ઠેરવવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ઇરફાન સોલ્તાનીને બુધવારે ફાંસી આપવાની હતી. જોકે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ જો ઈરાન વિરોધીઓને ફાંસી આપશે તો અમેરિકા "ખૂબ જ કઠોર" પગલાં લેશે.
ઇરાનમાં કેવી છે સજાની જોગવાઇ ?
ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સોલ્તાનીને ફાંસી આપવામાં આવશે નહીં. જોકે, હેંગાવ કહે છે કે ફાંસી રદ કરવામાં આવી નથી. ફક્ત મુલતવી રાખવામાં આવી છે. સંગઠને સોલ્તાનીના પરિવારના નજીકના સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે. હેંગાવના પ્રતિનિધિ, અરિના મોરાદીએ કહ્યું કે. અમને હજુ પણ તેના જીવનો ડર છે. તેમણે સમજાવ્યું કે ઈરાનમાં, ઘણીવાર સજા સંભળાવ્યા પછી તરત જ ફાંસી આપવામાં આવે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં, સજા મહિનાઓ કે વર્ષો પછી ચેતવણી વિના આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Jammu Kashmir News: સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, જમ્મુ-કાશ્મીરના જંગલોમાં ફાયરિંગ યથાવત્
