પાકિસ્તાનના એક પત્રકારે પાંચ મહિના પહેલા દાવો કર્યો હતો કે, ભારતમાં બ્લાસ્ટ થશે અને મસૂદ અઝહર અને હાફિઝ સઇદ તેના મુખ્ય સુત્રોધ્ધાર રહેશે.

પાકિસ્તાની પત્રકારનો દાવો

જે પાકિસ્તાન પોતે આતંકવાદથી પીડિત હોવાનો દાવો કરે છે. ત્યારે ત્યાંની સરકાર, આર્મી અને પત્રકારોને પણ ખબર છે કે, અહીં પ્રોક્સી વોર શરુ છે. આ વાતનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો. અને બાદમાં 11 નવેમ્બરના રોજ પાકિસ્તાનમાં પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ વાતથી એ સાબિત થાય છે કે, પાકિસ્તાન પહેલાથી જ યોજના બનાવી બેઠુ હતુ કે આ રીતે બ્લાસ્ટનો મામલો કવર અપ કરી શકાય.

પાંચ મહિના પહેલા જ કરાઇ હતી ભવિષ્યવાણી

પત્રકાર જાવેદ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, 'ઓપરેશન સિંદૂર' બાદ મસૂદ અઝહરને જે નુકસાન પહોંચ્યુ છે. તેનો બદલો લેવા માટે તેઓએ ભારતમાં આતંકીઓને ફ્રી હેન્ડ આપ્યુ છે. આ હુમલાઓ ભારતમાં સક્રિયા તેમના સ્લીપર સેલ કરશે. આ હુમલા મામલે 5 મહિના પહેલા જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પત્રકાર જાવેદ ચૌધરીએ કહ્યુ હતુ કે, મસૂદ અઝહરે જાહેરાત કરી છે કે, તે પોતાનો બદલો અને હક લઇને જ રહેશે.

ફરી ભારતમાં મોટા હુમલાઓ થશેઃ પત્રકાર જાવેદ ચૌધરી

જાવેદ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, મૌલાના મસૂદ અઝહર એ છે જેનાથી ભારત ડરે છે. કારણ કે તેના કારનામા મોટા-મોટા છે. મૌલાના મસૂદ અઝહરના ફિદાયીન તેના માટે જીવ પણ આપી શકે છે. જાવેદ ચૌધરીએ વધુમાં જણાવ્યુ હતુ કે, મૌલાના મસૂદ અઝહર ફરી ભારતમાં મોટા હુમલાઓ કરાવશે. 

  • Follow us on: