આ હિંસાત્મક માહોલ વચ્ચે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનના કાયર પગલાંનો ખુલ્લેઆમ બદલો લીધો છે.
સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરની બહાર શંકાસ્પદ ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને એક જ પરિવારના છ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. આ હુમલો હસન ખેલ સબડિવિઝનના પાસ્તાવાના વિસ્તારમાં થયો હતો. ડ્રોન વિસ્ફોટથી એક જ પરિવારના સાત સભ્યો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ડ્રોન હુમલા મામલે વધી ચિંતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, એક મહિલા ગંભીર હાલતમાં હતી, પરંતુ પછી સ્થાનિકોએ કહ્યુવ હતુ કે, તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિવારના બે સભ્યો શેર માસ્ત અને તેનો 15 વર્ષનો પુત્ર પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઈ રહ્યા છે. પરિવારના અન્ય ઘાયલ સભ્યોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. હાલમાં તે સ્પષ્ટ નથી કે ડ્રોન હુમલો કોણે કર્યો અને તેની પાછળ કોણ હતું. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરીને ઘટનાની તપાસ કરી રહી છે.
પાકિસ્તાન સેનાએ શું કર્યો દાવો ?
હસન ખેલ વિસ્તારમાં આવી ઘટના પહેલીવાર બની નથી. આ વર્ષના એપ્રિલમાં, ચાંડોકા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન હુમલામાં મસ્જિદને થોડું નુકસાન થયું હતું. જો કે, તે ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ચાંડોકા પેશાવર અને કોહાટ જિલ્લાની સરહદ પર સ્થિત છે. દરમિયાન, એક અલગ નિવેદનમાં, પાકિસ્તાન સેનાએ દાવો કર્યો હતો કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ અફઘાન સરહદથી બલુચિસ્તાન તરફ છોડવામાં આવેલા ચાર સામાન્ય ડ્રોનને સમયસર તોડી પાડ્યા હતા. સેનાના જનસંપર્ક વિભાગ અનુસાર, સુરક્ષા દળોએ આ ડ્રોનને મધ્ય-હવા શોધવા અને નિષ્ક્રિય કરવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચોઃ આયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કાર માટે ઇરાની સેના સતર્ક, મુજતબાની હાજરી પર પ્રશ્નાર્થ
