પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં કેટલાંક કલાકના અંતર ગાળામાં જ 2 કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત નીપજ્યા છે અને લગભગ 23 લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ બલૂચિસ્તાન પ્રાંતના તર્બુત જિલ્લામાં તે સમયે થયો જ્યારે એક આત્મઘાતી હુમલા ખોર એક વાહનને સુરક્ષા દળો સાથે અથડાઇ. તેમણે કહ્યુ કે હુમલામાં 2 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 23 લોકો ઘાયલ થયા છે.


અફઘાન સીમા પાસે થયો વિસ્ફોટ

સરકારી પ્રશાસકના જણાવ્યા અનુસાર કેટલાર કલારો બાદ, દક્ષિણ પશ્ચિમી શહેર ચમનમાં અફઘાન સીમાની પાસે વધુ એક કાર બોમ્બ વિસ્ફોટ થયો જેમાં 6 લોકો માર્યા ગયા. જોકે, કોઇ પણ સમૂહે આ વિસ્ફોટની જવાબદારી નથી લીધી. પરંતુ શક પાકિસ્તાની તાલિબાન અને બલૂચ અલગાવવાદીઓ તરફ જ છે. જે ઘણીવાર પ્રાંતમાં સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવે છે.

પાકિસ્તાનમાં વધ્યા છે આતંકી હુમલા

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્લા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમાલાઓમાં વધારો થયો છે. આ બંને ક્ષેત્ર અફઘાનિસ્તાનની સાથે સીમા શેર કરે છે. રિપોર્ટસ પ્રમાણે, જૂનમાં પાકિસ્તાનમાં 78 આતંકવાદીઓ હુમલામાં માર્યા ગયા. બલૂચિસ્તાન લગભગ 2 દાયકાથી અશાંતિનો સામનો કરી રહ્યો છે. સ્થાનિય જાતીય બલૂચ સમૂહ અને તેના સંબંધિત અન્ય પાર્ટીઓનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર પ્રાંતની ખનીજ સંપદાને બલૂચ ઉગ્રવાદીઓએ તાજેતરમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવીને અનેક ઘાતક હુમલાઓ કર્યા છે.

  • Follow us on: