ઈજિપ્તના વિદેશ મંત્રીનું સ્વાગત કરતી વખતે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર પડી ગયા હતા.
ઈશાક ડાર કેવી રીતે પડી ગયા?
પત્રકારો સાથે વાત કરતા, ઈશાક ડારના પુત્રએ કહ્યું કે, પડ્યા પછી પણ, તેમણે પોતાનું સંયમ જાળવી રાખ્યું. ફોટો સેશન પછી ઘરે પાછા ફર્યા ત્યારે તેઓ પીડાથી કણસતા હતા. શરૂઆતમાં, તેમને પેઇનકિલર્સ અપાઇ હતી. પરંતુ તે કામ ન કરતા. પછી અમે તેમને ડોક્ટરો પાસે લઇ જવાયા હતા. યુદ્ધવિરામ પ્રક્રિયાને આગળ વધારવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઇજિપ્ત, તુર્કી અને સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ હતી. ડારે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. ડાર અમેરિકા અને ઈરાન વચ્ચે સંદેશવાહક તરીકે સેવા આપે છે.
ફોટો સેશન વખતે બની ઘટના
બેઠક પછી, જ્યારે બધા નેતાઓ જાહેર ફોટો માટે સ્ટેજ પર ભેગા થયા, ત્યારે ડાર પડી ગયા. જોકે, પછી તેઓ ઉભા થયા, ફોટો સેશન કરાવ્યું અને ઘરે ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઇશાક ડારના પુત્રના જણાવ્યા અનુસાર, વિદેશ પ્રધાન શરૂઆતમાં સારવાર લેવા માટે અનિચ્છા ધરાવતા હતા, પરંતુ તેમના પરિવારના દબાણ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
કોણ છે ઇશાક ડાર ?
75 વર્ષીય ઇશાક ડાર પાકિસ્તાનના શાસક પક્ષ, પીએમએલ-એનના વરિષ્ઠ નેતા છે. ડારે પાકિસ્તાન સરકારમાં નાણાં અને વિદેશ બાબતો સહિત મુખ્ય વિભાગો સંભાળ્યા છે. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નજીકના માનવામાં આવે છે. તેઓ તેમના સાળા પણ છે. હાલમાં, તેઓ પાકિસ્તાન સરકારના નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપે છે, વિદેશ મંત્રાલયની દેખરેખ રાખે છે. જ્યારે અમેરિકા ઈરાન પર હુમલા કરવા છતાં તેહરાનને કબજે કરવામાં નિષ્ફળ ગયું, ત્યારે તેણે પાકિસ્તાનને પોતાના સંદેશવાહક તરીકે પસંદ કરીને યુદ્ધવિરામ વાટાઘાટો શરૂ કરી. ડાર પાકિસ્તાનના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગેસ અને તેલની સપ્લાઇ પર પડી શકે છે અસર, જો ત્રણ માર્ગ એકસાથે થશે બંધ તો સર્જાશે નવુ સંકટ
