મંગળવારે વહેલી સવારે મધ્ય અમેરિકન દેશ પનામામાં ફરી એકવાર ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર, ભારતીય સમય મુજબ સવારે 4.50 વાગ્યે આવેલ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે, આ તાજેતરના આંચકાથી થયેલા નુકસાન અંગેની વિગતવાર માહિતી હજુ સામે આવી નથી.
7.7 ની તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ આવ્યો
આ અગાઉ, શુક્રવારે રાત્રે પનામામાં 7.7 ની તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેનું મુખ્ય કેન્દ્ર લોસ સેન્ટોસ પ્રાંતના ટોનોસીથી લગભગ ૩૯ કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં નોંધાયું હતું. આ મુખ્ય ભૂકંપ બાદ દેશ સતત ધ્રૂજી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે મુખ્ય આંચકા પછી દેશમાં કુલ 147 જેટલા આફ્ટરશોક્સ (પશ્ચાત આંચકા) અનુભવાયા છે, જેમાં કેટલાક આંચકા 6.1 અને 6.6 ની તીવ્રતાના પણ હતા.
https://x.com/Victorh55256472/status/2108978512832979210?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108978512832979210%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
વ્યાપક નુકસાન અને જનજીવન પર અસર
ભૂકંપના સતત આંચકાઓને કારણે પનામામાં મોટા પાયે નુકસાન થયું છે. દેશમાં અનેક ઘરો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, રસ્તાઓ અને સરકારી ઇમારતોને ગંભીર ક્ષતિ પહોંચી છે. સૌથી વધુ નુકસાન દેશના દક્ષિણ દરિયાકાંઠાના પ્રાંત 'કોક્લે'માં નોંધાયું છે, જ્યારે રાજધાની પનામા સિટીમાં પણ આંશિક નુકસાન થવા પામ્યું છે. આ ઘટનામાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, પરંતુ રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મૃત્યુ કે ગુમ થયાના અહેવાલ નથી.
https://x.com/Saimakomal129/status/2109639734272118857?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109639734272118857%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર પડી અસર
આ કુદરતી આફતની સીધી અસર સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર પણ પડી હતી. સુરક્ષાના પગલે દેશની બે મેટ્રો લાઇન પર સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પણ સાવચેતીના ભાગરૂપે થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યું હતું, જેને પાછળથી સ્થિતિ સામાન્ય જણાતાં ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ભૂકંપ બાદ યુએસ સુનામી ચેતવણી પ્રણાલી દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીનો ભય દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તે ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.
સરકારના રાહત પગલાં અને આંતરરાષ્ટ્રીય સહયોગ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે નુકસાનગ્રસ્ત હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાંથી દર્દીઓને સુરક્ષિત બહાર કાઢીને ખુલ્લામાં સારવાર આપવામાં આવી રહી છે.
કટોકટીની સ્થિતિ' જાહેર કરાઇ
રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે પનામા સરકારે શનિવારે દેશમાં 'કટોકટીની સ્થિતિ' (State of Emergency) જાહેર કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયની પત્રકાર પરિષદમાં મંત્રી જુઆન કાર્લોસ ઓરિલેકે જણાવ્યું કે આ નિર્ણયથી તમામ સરકારી એજન્સીઓ સુસજ્જ રહેશે અને પીડિતો સુધી જરૂરી સંસાધનો ઝડપથી પહોંચાડી શકાશે. આ મુશ્કેલ સમયમાં ભારતે પણ પનામાને માનવતાવાદી મદદ પૂરી પાડવા માટે સહયોગનો હાથ લંબાવ્યો છે.
આ પણ વાંચોઃ World : પરમાણુ યુદ્ધથી AI સુધીના 17 મોટા ખતરા, આગામી 75 વર્ષમાં માનવજાતના અસ્તિત્વ પર સંકટ