પીએમ માત્ર ત્રણ લોકોથી પાછળ છે. જેમાં એલોન મસ્ક, બરાક ઓબામા, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સમાવેશ થાય છે.
પાંચ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદી
પીએમ મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટોચના પાંચ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદીમાં જોડાયા છે. જસ્ટિન બીબર અને રીહાન્નાની જેમ વૈશ્વિક સેલિબ્રિટીઓને પાછળ છોડી દીધા છે. સ્ટેટિસ્ટાના ડેટા અનુસાર, આશરે 109 મિલિયન ફોલોઅર્સ સાથે, પીએમ મોદી હવે X પર વિશ્વના ચોથા સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વ્યક્તિ છે. પીએમ માત્ર ત્રણ લોકોથી પાછળ છે. જેમાં Xના અબજોપતિ માલિક એલોન મસ્ક, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સમાવેશ થાય છે.
વૈશ્વિક સેલિબ્રિટીઓની હરોળમાં
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોપ સ્ટાર જસ્ટિન બીબર અને રીહાન્નાને પાછળ છોડ્યા છે. પોપ સ્ટાર જસ્ટિન બીબરના આશરે 108 મિલિયન ફોલોઅર્સ છે. પીએમ માત્ર ત્રણ લોકોથી પાછળ છે. જેમાં Xના અબજોપતિ માલિક એલોન મસ્ક, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સમાવેશ થાય છે. પીએમ મોદી X પર વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા છે જે હાલમાં પદ પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટોચના 10માં એકમાત્ર અન્ય વર્તમાન નેતા છે. ટોચના 10ની યાદીમાં ગાયિકા ટેલર સ્વિફ્ટ અને કેટી પેરીનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ શેર કરી પોસ્ટ
2024માં, પીએમ મોદીએ તેમના X એકાઉન્ટ પર 100 મિલિયન ફોલોઅર્સનો નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યો છે. જેમાં ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોઅર્સનો વધારો જોવા મળ્યો. 10 કરોડનો આંકડો પાર કર્યા પછી, પીએમે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ આ જીવંત માધ્યમ પર હોવાનો આનંદ માણે છે અને ચર્ચાઓ, આંતરદૃષ્ટિ, લોકોના આશીર્વાદ, રચનાત્મક ટીકા અને ઘણું બધું માણે છે.
ઇન્સ્ટાગ્રામ પર પણ સૌથી વધુ ફોલોઅર્સ
પ્રધાનમંત્રી મોદી તેમના X એકાઉન્ટ પર ખૂબ જ સક્રિય છે. જ્યાં તેઓ સરકારી નીતિઓ અને જાહેર કાર્યક્રમો વિશે પોસ્ટ કરે છે અને જનતા અને વૈશ્વિક નેતાઓ સાથે પણ વાતચીત કરે છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 97 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકારણી પણ છે.
ઓક્ટોબર 2025 સુધીમાં ટોચના 8 લોકોની યાદી:
1. એલોન મસ્ક
2. બરાક ઓબામા
3. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
4. નરેન્દ્ર મોદી
5. જસ્ટિન બીબર
6. ડોનાલ્ડ ટ્રમ્પ
7. રિહાન્ના
8. કેટી પેરી













