વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી છે. તેની જાણકારી વડાપ્રધાન પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આપી છે. વડાપ્રધાને લખ્યું કે મારા મિત્ર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરીને ખુશી થઈ, તેમને ઈઝરાયેલના લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપી.
https://twitter.com/narendramodi/status/2008828800117985427
બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર વાતચીત કરી
વધુમાં વડાપ્રધાને લખ્યું કે અમે આવનારા વર્ષમાં ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની રીતો પર ચર્ચા કરી. અમે ક્ષેત્રીય સ્થિતિ પર પણ વાત કરી, સાથે જ આતંકવાદ સામે વધારે મજબૂતીથી લડવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરના બીજા સપ્તાહે ઈઝારયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો હતો. આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં પણ બંને નેતાઓએ આતંકવાદની વિરૂદ્ધ પોતાની ઝીરો ટોલરન્સની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદને કોઈ પણ સ્વરૂપે સહન નહીં કરવામાં આવે.
પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી
વડાપ્રધાન મોદી અને નેતન્યાહૂએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત આ વિસ્તારમાં ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતીના પ્રયત્નોનું સમર્થન કરે છે. વડાપ્રધાન મોદીએ ગાઝા પીસ પ્લાનને જલદી જ લાગુ કરવાની જરૂરિયાત પણ પણ ભાર આપ્યો હતો. બંને નેતાઓએ એકબીજા સાથે સંપર્ક રાખવાનો વાયદો પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બંને નેતાઓની સતત વાતચીત બંને દેશોની વચ્ચે સહયોગ અને સંવાદને વધારવાનો મોટો સંકેત છે. ભારત-ઈઝરાયેલ માત્ર સંરક્ષણ કે સુરક્ષામાં જ નહીં પણ વિદેશ નીતિ અને શાંતિ માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. મોદી-નેતન્યાહૂની આ વાતચીત નવી નથી, આ પહેલા પણ બંને નેતા ઘણી વાર ફોન પર વાતચીત કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: World News : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો 'નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ'