મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી હતી.જોકે,આ હાઈ પ્રોફાઈલ મુલાકાત અમેરિકાને ખાસ પસંદ આવી હોય તેમ લાગતું નથી.આ મુલાકાત અંગે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારત સહિત અન્ય દેશોને ચેતવણી આપતા જણાવ્યું છે કે તેઓ ઈરાનને આવક ઊભી કરવામાં કે અમેરિકી પ્રતિબંધોમાંથી બચવામાં કોઈ પણ પ્રકારની મદદ ન કરે.મને નથી લાગતું કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ વ્યાપારી સમજૂતી થઈ રહી છે. 

અમેરિકાના વિદેશ મંત્રીએ શું કહ્યું?

રુબિયોએ ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે કોઈ પણ દેશે ઈરાનને એવા માર્ગો શોધવામાં મદદ કરવી જોઈએ નહીં જેનાથી તે ત્રાસવાદ અને પરમાણુ શસ્ત્રો માટે ભંડોળ એકઠું કરી શકે.જો કોઈ દેશ આવું કરશે તો તેની સામે પણ અમેરિકા કડક આર્થિક પ્રતિબંધો લાદશે.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ પ્રશાસને ઈરાન સામે ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ હેઠળ આર્થિક નાકાબંધી અત્યંત તેજ બનાવી દીધી છે.

ભારત અને અન્ય દેશો માટે સ્પષ્ટ સંદેશ

બિશ્કેકમાં યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને દ્વિપક્ષીય વેપાર વધારવા,પશ્ચિમ એશિયાની સ્થિતિ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા કરી હતી.મુલાકાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ભારતે ઈરાન સાથેના પોતાના જૂના સંબંધોને વધુ મજબૂત કરવાનો અને વેપાર ક્ષેત્રે વિવિધતા લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.ભારતીય વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદીએ ખાડી ક્ષેત્રમાં વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ વિવાદોને વાટાઘાટો અને કૂટનીતિ દ્વારા ઉકેલવા પર ભાર મૂક્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક હુમલાની ચેતવણી આપી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ વધુ એક મોટા સૈન્ય હુમલાની કડક ચેતવણી આપી છે.પશ્ચિમ એશિયામાં પોતાની સૈન્ય હાજરી મજબૂત કરીને અમેરિકાએ બીજી એરસ્ટ્રાઈક માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હોવાના અહેવાલોથી સમગ્ર વિસ્તારમાં મહાયુદ્ધની ભીતિ સેવાઈ રહી છે.ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને મિસાઈલ ઠેકાણાઓને નિશાન બનાવવાની આક્રમક વ્યૂહરચના સામે ઈરાને પણ વળતા પ્રહારની ધમકી આપતાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે. 

આ પણ વાંચોઃ World News: અમેરિકાના ઈરાન પર હુમલામાં 12 લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત