વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 6 જુલાઈના રોજ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના 6 દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસ માટે રવાના થયા છે. આ મુલાકાત ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના લક્ષ્ય સાથે આયોજિત કરવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ત્રણેય દેશોના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ભારતીય સમુદાયને સંબોધિત કરશે.

ઇન્ડોનેશિયા સાથે વ્યૂહાત્મક જોડાણ

પ્રવાસનો પ્રથમ પડાવ ઇન્ડોનેશિયા છે, જ્યાં પીએમ મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર 6 થી 8 જુલાઈ સુધી રોકાશે. મે ૨૦૧૮માં બંને દેશો વચ્ચે થયેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પછી આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. વડાપ્રધાન જકાર્તામાં ભારતીય સમુદાય સાથે સંવાદ સાધશે અને ત્યારબાદ ઐતિહાસિક પ્રમ્બાનન મંદિર સંકુલની મુલાકાત લેશે, જે બંને દેશો વચ્ચેના ગહન સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં મજબૂત થશે સંબંધો

8 થી 10 જુલાઈ દરમિયાન, પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વડા પ્રધાન એન્થોની અલ્બેનીસને મળશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સહયોગ વધારવાનો છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સેમ મોસ્ટિન સાથે મુલાકાત કરશે અને ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં ભાગ લેશે. આ મંચ પર તેઓ બંને દેશોના દિગ્ગજ ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે, જે આર્થિક સંબંધો માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.
https://twitter.com/ANI/status/2073978111763583147

10 થી 11 જુલાઈ દરમિયાન વડાપ્રધાન પહોંચશે ન્યુઝીલેન્ડ

ત્યારબાદ, 10 થી 11 જુલાઈ દરમિયાન પ્રધાનમંત્રી ન્યુઝીલેન્ડ પહોંચશે. આ મુલાકાત ખાસ છે કારણ કે છેલ્લા ચાર દાયકામાં કોઈ ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે. વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર થતી આ યાત્રા બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક નવો અધ્યાય લખશે.
https://twitter.com/narendramodi/status/2073978016418722158

સહયોગ અને ભવિષ્યની તકો

પોતાના નિવેદનમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિકાસ ભાગીદારો સાથે વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને ભારતીય યુવાનો માટે નવી તકોનું સર્જન કરવાનો છે. શિક્ષણ, ટેકનોલોજી અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં આ મુલાકાત ખૂબ જ ફળદાયી સાબિત થશે તેવી અપેક્ષા છે. સેશેલ્સની સફળ મુલાકાત બાદ, આ પ્રવાસ ભારતની સક્રિય વિદેશ નીતિ અને વિશ્વભરમાં વધતા જતા ભારતના પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચોઃ Iran: ખામેનેઇના અંતિમ સંસ્કારમાં ભારતની હાજરીને ગણાવી ઐતિહાસિક, માન્યો આભાર