ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમની સરકાર બાળકોને એવી પ્રક્રિયાઓથી રક્ષણ આપશે જેને તેઓ બર્બર માને છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પોસ્ટમાં લખ્યું હતુ કે, આજે, મારા નિર્દેશ પર, ડૉ. મેહમેટ ઓઝે જાહેરાત કરી કે મેડિકેડ હવે સગીરો માટે લિંગ પરિવર્તન સર્જરી અને હોર્મોન્સને આવરી લેશે નહીં. અમે નિર્દોષ બાળકો પર બર્બર સર્જરી અને પ્રક્રિયાઓને ભંડોળ આપીશું નહીં, જે તેમના નાના શરીરને અકલ્પનીય અને બદલી ન શકાય તેવું નુકસાન પહોંચાડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં આ મુદ્દા પર તેમની સરકારના મજબૂત વલણ અને દબાણને કારણે, યુ.એસ.માં ડઝનબંધ હોસ્પિટલોએ "લિંગ-પુષ્ટિ સંભાળ" પૂરુ પાડવાનું બંધ કર્યુ છે.
ડેમોક્રેટિક પાર્ટી પર પણ નિશાન
તેમણે ડેમોક્રેટિક પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતુ. ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટી ઇચ્છે છે કે, બાળકો મતદાનની ઉંમર સુધી પહોંચે તે પહેલાં પ્રજનન અંગ સર્જરી કરાવે. ટ્રમ્પે આને વાહિયાત ગણાવ્યું અને કહ્યું કે તેઓ અને રિપબ્લિકન પાર્ટી અમેરિકાના બાળકોનું રક્ષણ કરશે. ટ્રમ્પે નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણીમાં મતદાન કરતી વખતે લોકોને આ મુદ્દાને યાદ રાખવા પણ વિનંતી કરી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રની શુ છે કાર્યવાહી ?
સીએમએસ એડમિનિસ્ટ્રેટર ડૉ. મેહમેટ ઓઝે કહ્યું કે આવી પ્રક્રિયાઓમાંથી પસાર થવાને બદલે બાળકોને સુરક્ષિત રાખવું જોઈએ. તેમણે આ સર્જરીઓને પ્રાયોગિક ગણાવી. ઓઝે કહ્યું કે આ પ્રક્રિયાઓ માટે ભંડોળ બંધ કરીને, સરકાર વિજ્ઞાનના આધારે નિર્ણયો લઈ રહી છે, કરદાતાઓના પૈસા બચાવી રહી છે, અને સૌથી અગત્યનું, બાળકોને અફર નુકસાનથી બચાવી રહી છે જેથી તેઓ વિકાસ કરી શકે. આ નવો નિયમ માનસિક સ્વાસ્થ્ય સેવાઓને અસર કરશે નહીં. પહેલાથી જ હોર્મોન થેરાપી મેળવતા બાળકોને મહત્તમ છ મહિના સુધી ફેડરલ ભંડોળ મળતું રહેશે. આ નવો નિયમ 13 ઓક્ટોબરથી અમલમાં આવશે.
આ પણ વાંચોઃ નેપાળના પીએમ બાલેન શાહના તેવર કેમ પડ્યા નરમ? ભારત પ્રત્યે બદલાયી કૂટનીતિ
