ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અહીં મારા વિશ્વના અનેક રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠકો છે. પરંતુ આ સ્થળે આવવું મારા માટે જૂના ઘરમાં પાછા ફરવા જેવું છે.
બન્ને વચ્ચે નિખાલસ મુલાકાત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવા માટે ન્યૂયોર્કની મુલાકાત હતા. ગ્રેસી મેન્શન ખાતે મેયર ઝોહરાન મમદાનીની સાથે એક કલાક લાંબી વાતચીત અને યાદો સાથે શરૂ થઈ હતી. બેઠક પછી મમદાનીની સાથે હાજર થતાં, રાષ્ટ્રપતિએ શહેરના મેયરના સત્તાવાર નિવાસસ્થાનમાં તેમની અગાઉની મુલાકાતોને યાદ કરી હતી. તેમણે મમદાનીની પીઠ પર થપથપાવી હીતી અને કહ્યું હતુ કે, મને આશા છે કે તમે એક મહાન મેયર બનશો. રિપબ્લિકન પ્રમુખ અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ મેયર વચ્ચે આ તાજેતરની મૈત્રીપૂર્ણ મુલાકાત હતી.
https://twitter.com/ANI/status/2102166756664213766
જૂના ઘરની યાદો ફરી જાગી
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે, અમે મારી પાછળ ઉભેલા આ સુંદર ઘરમાં ઘણું કામ કર્યું છે. ટ્રમ્પ અને મમદાનીએ પત્રકારોને જણાવ્યું કે, તેઓએ ક્વીન્સ બરોમાં સંભવિત હાઉસિંગ પ્રોજેક્ટ અને કામદાર વર્ગ માટે ન્યૂ યોર્કને વધુ સસ્તું કેવી રીતે બનાવવું તેની ચર્ચા કરી હતી. તેઓ ઓછામાં ઓછા બે વાર પહેલાં મળ્યા છે અને સંપર્કમાં રહે છે. જોકે મેયર રાષ્ટ્રપતિ સાથે ચાલી રહેલી કોઈપણ વાતચીત અંગે મૌન રહ્યા હતા.
શાબ્દિક યુદ્ધથી આવ્યા હતા ચર્ચામાં
આ બંને નેતાઓ, તેમની અલગ વિચારધારાઓ સાથે, ગયા વર્ષે મમદાનીની ચૂંટણી જીત પછી તરત જ ઓવલ ઓફિસમાં પ્રથમ વખત મળ્યા હતા. તેમની મુલાકાત આશ્ચર્યજનક રીતે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી, જેમાં તેમના શેર કરેલા શહેરને મદદ કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. મહિનાઓ સુધી ચાલેલા મૌખિક યુદ્ધ પછી આ સમાધાન થયું હતુ. થોડા મહિનાઓ પછી, ફેબ્રુઆરીમાં, મમદાનીએ ફરીથી વોશિંગ્ટનની ટૂંકી મુલાકાત લીધી હતી.
વ્હાઇટ હાઉસમાંથી અનેક ન્યૂઝ આઉટલેટ્સ પર પ્રતિબંધ
મમદાનીને ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાંથી ચોક્કસ ન્યૂઝ આઉટલેટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું. મેયરે કહ્યું કે ગ્રેસી મેન્શન ઇવેન્ટ માટે તે નેટવર્ક્સ અને અન્યની હાજરી જરૂરી હતી. ત્યારબાદ ટ્રમ્પે સમાચાર સંગઠનો પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો બચાવ કર્યો જેમના કવરેજને તેમણે પક્ષપાતી ગણાવ્યું હતું.મમદાનીએ કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ અને મારી વચ્ચે ઊંડા મતભેદો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે રસપ્રદ છે કારણ કે તેઓએ કહ્યું હતું કે તેઓ મારો બહિષ્કાર કરશે. પરંતુ તેઓએ ક્યારેય મારો બહિષ્કાર કર્યો નથી.
આ પણ વાંચોઃ 6 વર્ષની બાળકીએ 4.27 સેકન્ડમાં રૂબિક્સ ક્યુબ ઉકેલી બનાવ્યો વિશ્વ વિક્રમ
