સુપ્રીમ કોર્ટે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. 

અસીમ મુનીર પર આરોપ 

પાકિસ્તાન સરકાર ઉપરાંત એક અન્ય વ્યક્તિ ઇમરાન ખાનને હોસ્પિટલમાં શિફ્ટ કરવાના નિર્ણયથી નારાજ છે. તે વ્યક્તિ આર્મી ચીફ અસીમ મુનીર છે. મુનીરને ઇમરાનના દુશ્મન નંબર વન માનવામાં આવે છે. ઇમરાન અનેક વખત જેલમાંથી મુનીરનો ખુલ્લેઆમ વિરોધ કરી ચૂક્યા છે. ઇમરાન ખાને તો એમ પણ કહ્યું હતું કે જો તેમને કંઈ થશે તો મુનીર જવાબદાર રહેશે. જૂન 2026માં, ઇમરાન ખાનની પાર્ટી, પીટીઆઈએ આરોપ લગાવ્યો હતો કે, સેના અને સરકાર ભૂતપૂર્વ વડા પ્રધાનને જેલમાં ઝેર આપવાની યોજના બનાવી રહ્યા હતા. 

શું વ્હાઇટ હાઉસનું છે કોઇ દબાણ ?

વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર આરિફ હમીદ ભટ્ટી કહે છે કે ઇમરાનને યુનાઇટેડ સ્ટેટ્સના કારણે પાકિસ્તાનમાં રાહત મળી હતી. ભટ્ટીના મતે, ઇમરાનના બંને પુત્રો વ્હાઇટ હાઉસ સાથે સતત સંપર્કમાં હતા. બંને પુત્રોએ વ્હાઇટ હાઉસને પાકિસ્તાનની વાસ્તવિકતાથી વાકેફ કર્યા હતા. આ પછી, વ્હાઇટ હાઉસે પાકિસ્તાનનો સંપર્ક કર્યો. વ્હાઇટ હાઉસે સીધા મુનીરને આદેશ આપ્યો કે ઇમરાન સાથે કોઈ અમાનવીય ઘટના ન બને. વ્હાઇટ હાઉસના આ આદેશથી મુનીરને આઘાત લાગ્યો. તેમની અનિચ્છા છતાં, તેમને ઇમરાન ખાન વિશે પોતાનો વિચાર બદલવાની ફરજ પડી હતી. 

આરિફ અલ્વીએ મુખ્ય ભૂમિકા ભજવી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે પહેલા અદિયાલા જેલ રિપોર્ટ ઇમરાન ખાનના પુત્રોને અને પછી પીટીઆઈના વરિષ્ઠ અધિકારીઓને પહોંચાડ્યો. અલ્વીના અહેવાલમાં જણાવાયું હતું કે ઇમરાન ખાનને ધીમે ધીમે ઝેર આપવામાં આવી રહ્યું હતું. આ પછી, ઇમરાન ખાનના બંને પુત્રો સક્રિય થયા હતા. તેઓ સતત બ્રિટિશ અખબારોને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. 

આ પણ વાંચોઃ પત્નીએ કહ્યું જહાજના નાશ થયા બાદ પણ આવ્યા પતિના વોટ્સએપ મેસેજ, SCએ કેન્દ્ર પાસે માગ્યો રિપોર્ટ