ફ્રાન્સમાં થઇ રહેલા દેખાવોના કારણે શાળા, રેલ અને હવાઈ સેવાઓ ખોરવાઈ છે. સરકારે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે 80 હજાર પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે.
જનતાની માગણીઓ પર આપો ધ્યાન
ફ્રાન્સમાં સૌથી મોટી હડતાળ યોજાઇ છે. ટ્રેડ યુનિયનો રસ્તા પર ઉતર્યા છે. તેમનો ઉદ્દેશ્ય પીએમ સેબેસ્ટિયન લેકોર્નુ પર તેમની બજેટ કાપ યોજનાઓ પર પુનર્વિચાર કરવા અને કામદારો, પેન્શનરો અને સામાન્ય નાગરિકોની માંગણીઓ સાંભળવા માટે દબાણ કરવાનો છે. ગયા અઠવાડિયે, મેક્રોને તેમના નજીકના સાથી સેબેસ્ટિયન લેકોર્નુને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. તેઓ એક વર્ષમાં ત્રીજા વડા પ્રધાન છે. 39 વર્ષીય ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી જૂની રાજકીય વ્યવસ્થામાંથી મોટા પરિવર્તનનું વચન આપ્યું છે.
Also Read
Protests In Nepal, France And London : પહેલા નેપાળ, પછી ફ્રાન્સ અને હવે લંડન, જાણો કેમ થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન?
France માં શરું થયેલું 'Block Everything' પ્રોટેસ્ટ શું છે, રસ્તાઓ પર ઉતર્યા 1 લાખ આંદોલનકારીઓ, ઠેર ઠેર આગચંપી અને તોડફોડ
France Protest: નેપાળ બાદ ફ્રાન્સમાં સરકાર વિરૂદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા, આગચંપી બાદ 200 લોકોની ધરપકડ
ઉદ્યોગપતિઓના પક્ષમાં નીતિઓ
આ હડતાળ 2023ના ઐતિહાસિક વિરોધ પ્રદર્શન પછીની સૌથી મોટી માનવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંસદીય મતદાન વિના પેન્શન વય 64 વર્ષ કરવાનો નિર્ણય અમલમાં મૂક્યો હતો. ટ્રેડ યુનિયનો કહે છે કે, 2017થી સરકારોએ ઉદ્યોગપતિઓના પક્ષમાં સતત નીતિઓ ઘડી છે. તેઓ એવી સરકાર ઇચ્છે છે જે કામદારો અને નાગરિકોના પક્ષમાં હોય. પોલીસનો અંદાજ છે કે, દેશભરમાં આશરે 8 લાખ લોકોના વિરોધના કારણે શાળા, રેલ અને હવાઈ સેવાઓ ખોરવાઈ જશે.
જનતાનું વધતું દબાણ
અગાઉના પીએમ બાયરોએ 44 અબજ યુરોના ભારે બજેટ કાપ દ્વારા દેવું ઘટાડવાની યોજના બનાવી હતી. આમાં બે જાહેર રજાઓ નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. જેને લેકોર્નુએ દૂર કરવાનું વચન આપ્યું છે. જો કે, યુનિયનો ચિંતિત છે કે, કલ્યાણ કાર્યક્રમો પર ખર્ચ પ્રતિબંધો જેવા અન્ય પગલાં ચાલુ રહી શકે છે. જો બજેટ પર સહમતિ ન બને તો, વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા લેકોર્નુને પણ હાંકી કાઢી શકે છે.










