ફ્રાન્સમાં પેરિસ સહિત અનેક જગ્યાઓ પર બુધવારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને જોરદાર પ્રદર્શન કરવા લાગ્યા. પ્રદર્શન કારીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા. તોફાનીઓએ જાહેર સંપત્તિને આગ ચાંપી દીધી.શહેરમાં અલગ અલગ જગ્યા પર તણાવ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. હકીકતમાં પ્રદર્શન કારીઓ રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રો પર દબાવ બનાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે.
નવા વડાપ્રધાનને લઇને નારાજગી
નવા વડાપ્રધાનને લઈ લોકોમાં નારાજગી છે. દેશમાં ચોથી વાર વડાપ્રધાન બદલાતા લોકોમાં અસંતોષ છે. પોતાના આક્રોશને વ્યક્ત કરવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશવ્યાપી વિરોધ દરમિયાન ગૃહ મંત્રીએ શરૂઆતના કલાકોમાં લગભગ 200 લોકોની ધરપકડ થયાની માહિતી પણ આપી છે.













