નેપાળમાં Gen Z દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મંગળવારે જ સરકાર ઉથલાવી દેવામાં આવી અને વડા પ્રધાન કેપી શર્મા ઓલી, કૃષિ પ્રધાન અને આરોગ્ય પ્રધાન સહિત પાંચ પ્રધાનોએ રાજીનામું આપવું પડ્યું. વડા પ્રધાન અને મંત્રીઓના રાજીનામાથી દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક માંગણીઓ કરી
નેપાળની જનરેશન (Gen Z) પ્રદર્શનકારીઓ સામે વડા પ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની વાળી સરકારને પોતાનો પરાજય સ્વીકારવો પડ્યો છે. પ્રદર્શનકારીઓએ તેમને સત્તા પરથી હટાવી દીધા છે. હવે જનરેશન (Gen Z) પ્રદર્શનકારીઓએ અનેક રાજકીય અને સામાજિક માંગણીઓ મૂકી છે. આ માંગણીઓમાં બંધારણને ફરીથી લખવા સહિત કે તેમાં સુધારાઓ લાવવાની, શાસન તંત્રમાં વ્યાપક સુધારાઓ કરવાની અને છેલ્લાં ત્રણ દાયકાઓમાં રાજકારણીઓ દ્વારા લૂંટવામાં આવેલી સંપત્તિની દરેક તપાસ કરવાની માંગણીઓ સામેલ છે.













