જમાત-અ-ઇસ્લામી વિપક્ષમાં બેસશે અને તારિક રહેમાન દેશનું સંચાલન કરશે. તેઓ 14 ફેબ્રુઆરીએ પીએમ પદના શપથ ગ્રહણ કરશે.

તારિક રહેમાનને સ્પષ્ટ બહુમતી

બે દાયકાની રાહ જોયા બાદ બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષે ઐતિહાસિક બહુમતી સાથે સત્તામાં પાછો ફર્યો છે. 12 ફેબ્રુઆરીએ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીના પરિણામોએ માત્ર ઢાકાની શેરીઓમાં જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાના રાજદ્વારી વર્તુળોમાં પણ હલચલ મચાવી છે. શેખ હસીનાના પતન પછીની આ પહેલી ચૂંટણીમાં, લોકોએ તારિક રહેમાનને સ્પષ્ટ બહુમતી આપી છે. BNPની ભવ્ય જીત બદલ વિશ્વભરમાંથી તારિક રહેમાનને અભિનંદન અપાઇ રહ્યા છે.

ભારત-બાંગ્લાદેશના સંબંધો મજબૂત થશેઃ તારિક રહેમાન

BNPએ સ્પષ્ટપણે કહ્યું છે કે, તારિક રહેમાનના નેતૃત્વમાં ભારત-બાંગ્લાદેશ સંબંધો મજબૂત બનશે. આ વાતની જાહેરાત થતા જ ચીન તુરંત એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યુ છે. અને બાંગ્લાદેશ માટે પ્રશંસા કરી રહ્યુ છે. સાથે જ મિત્રતાના બગણા પણ ફુંકી રહ્યુ છે. ભારત-બાંગ્લાદેશના સંબંધો મજબૂત કરવાની વાત સાથે ચીન પણ પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યુ છે. અને પોતાની ટેક્નીક અજમાવી રહ્યુ છે.

તારિક રહેમાનની પ્રતિક્રિયા

જમાત-એ-ઇસ્લામી અને તેના સાથી પક્ષોની વાત કરીએ તો, તેમણે લગભગ 76-77 બેઠકો જીતી હતી. ભલે તેઓ સત્તાથી બહાર રહ્યા, આ સંસદીય ઇતિહાસમાં તેમની સૌથી મોટી હાજરી હશે, જે તેમને એક મજબૂત વિપક્ષી પક્ષ તરીકે સ્થાપિત કરશે. વિજય પછી તરત જ, તારિક રહેમાને પક્ષના કાર્યકરોને કોઈપણ વિજય સરઘસ કે ઉજવણીથી દૂર રહેવા અપીલ કરી. તેમણે તેમને તેમની સ્વર્ગસ્થ માતા, બેગમ ખાલિદા ઝિયાની યાદમાં શુક્રવારની નમાજ પછી ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવા કહ્યું હતુ.

આ પણ વાંચોઃ Bangladesh Election Result 2026: સત્તા ચલાવવા માટે મહિલા જ PM, આ કેવી માન્યતા, જાણો શું કહે છે ઇતિહાસ?