2024માં બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના થઈ હતી. પરંતુ સરકારની રચના પછી, એક પણ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
યુનુસ સરકારની કામગીરી પર પ્રશ્નો
ચૂંટણીઓ વચ્ચે બાંગ્લાદેશના બે અહેવાલોએ યુનુસ સરકારની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રથમ અહેવાલમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલાક ઉગ્રવાદીઓએ સરકારને હાઇજેક કરી છે. જેનાથી તે કડક નિર્ણયો લેતા અટકાવી રહી છે. બીજો અહેવાલ હિન્દુઓની હત્યાનો છે. છેલ્લા 45 દિવસમાં બાંગ્લાદેશમાં 15 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. સીપીડી બોર્ડના અહેવાલમાં જણાવાયું છે કે, સરકાર નાગરિક સુરક્ષા અને વિકાસ અંગેના પોતાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે.
45 દિવસોમાં કેટલી માનવ હત્યા ?
અહેવાલ મુજબ, છેલ્લા 45 દિવસોમાં, ઉત્પલ સરકાર અને પ્રાંતોષ કોર્મોકર, જોગેશ ચંદ્ર રોય અને સુબોર્ણા રોય, શાંતો ચંદ્ર દાસ, દીપુ ચંદ્ર દાસ, અમૃત મંડલ, બજેન્દ્ર બિશ્વાસ, ખોખન ચંદ્ર દાસ, રાણા પ્રતાપ બૈરાગી, મિથુન સરકાર અને શરત મણિ ચક્રવર્તી, અને જોય મહાપાત્રાની હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા મોટાભાગના હિન્દુઓ મૈમનસિંહ રોડ વિસ્તારમાંથી આવ્યા હતા.
12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે ચૂંટણી
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સભાની 300 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. શેખ હસીનાની પાર્ટી, આવામી લીગને આ ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી નથી. શેખ હસીનાની પાર્ટી 2008 થી 2024 સુધી બાંગ્લાદેશમાં સત્તા પર રહી. 2024 માં, દેશભરમાં શેખ હસીના વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. આખરે, 5 ઓગસ્ટ, 2024 ના રોજ, શેખ હસીનાને બાંગ્લાદેશમાં સત્તા છોડવાની ફરજ પડી. આ પછી, મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી.
આ પણ વાંચોઃ માર્શલ લો લગાવનાર સાઉથ કોરિયાના બદનામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ફટકારાઇ પાંચ વર્ષની સજા
