સાઉથ કોરિયાના જજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલને ન્યાયિક પ્રક્રિયામાં અડચણ ઉભી કરવા બદ્દલ આ સજા સંભળાવી છે.

મોટા પાયે વિરોધ પ્રદર્શન

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલ પર દાખલ કરાયેલા મામલાઓમાં સુનાવણી હાથ ધરાઇ છે. તેમાં આ પ્રથમ ચુકાદો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલે 3 ડિસેમ્બર 2024ના રોજ દક્ષિણ કોરિયામાં નાગરિક શાસનને હટાવીને માર્શલ લો લગાવ્યો હતો. જેના કારણે મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. અને સંસદમાં હોબાળો પણ કરાયો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલ સત્તા પરથી દુર થતા તેમના પર લગાવેલા આરોપો મામલે સુનાવણી હાથ ધરાઇ છે.

કાયદાનું પાલન કરવું જરુરીઃ જજ

જજ બેકે કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિના રુપમાં સંવિધાનને બનાવવી રાખવા માટે અને કાયદાનું પાલન કરવા માટે કર્તવ્ય હોય છે. પરંતુ પ્રતિવાદી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલે એવું પગલુ લીધુ જે સંવિધાન માટે ખતરા સમાન હતુ.

આરોપી વિરુદ્ધ પુરાવાનો અભાવ

જેજે વધુમાં કહ્યુ હતુ કે, પ્રતિવાદીનો દોષ ગંભીર છે. જજે પુરાવાના અભાવના કારણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલને દસ્તાવેજાના કૌભાંડમાં દોષી નથી ગણવ્યુ. જજે કહ્યુ હતુ કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલ પાસે ચુકાદા વિરુદ્ધ અપીલ કરવા માટે માત્ર 7 દિવસ છે. સરકારી વકીલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલ માટે 10 વર્ષની સજાની માગ કરી છે.

આ પણ વાંચોઃ બ્રિટનની સંસદમાં ઉઠ્યો Bangladeshની સ્થિતિનો મુદ્દો, સાંસદ બોબ બ્લેકમેને દર્શાવી ચિંતા

  • Follow us on: