સાંસદ બોબ બ્લેકમેને બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેને વિનાશકારી સ્થિતિ સાથે તુલના કરી છે.
બ્રિટનમાં બાંગ્લાદેશના મુદ્દાએ જગાવી ચર્ચા
બાંગ્લાદેશની સડકો પર કોહરામ જોવા મળી રહ્યો છે. બેફામ રીતે લોકોના જીવ લેવામાં આવી રહ્યા છે. ઘરો અને મંદિરોને સળગાવવામાં આવી રહ્યા છે. બ્રિટેનની સંસદમાં સાંસદ બોબ બ્લેકમેને કહ્યુ હતુ કે, 12 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પણ સંકટના સમયમાંથી પસાર થતી હોય તેમ લાગી રહ્યુ છે. બાંગ્લાદેશે હસીના શેખની પાર્ટી આવામી લીગને ચૂંટણીમાં ભગ ન લેવા માટે જણાવ્યુ છે. અને તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ ચૂંટણી
બ્રિટેન સાંસદ બોબ બ્લેકમેને વધુમાં કહ્યુ હતુ કે, તેઓએ સંસદમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગેનો મુદ્દો ઉઠાવ્યો છે. આગામી મહિને બાંગ્લાદેશમાં ચૂંટણી હાથ ધરાશે. આવામી લીગ ત્યાંનું મુખ્ય પક્ષ છે. અને તેના પર પ્રતિબંધ લગાવાયા છે. જનમત સંગ્રહમાં આવામી લીગને 30 ટકા વોટ મળ્યા છે. આ સર્વે ચૂંટણીની સ્થિતિ બદલી શકે છે. બ્રિટેન સાંસદ બોબ બ્લેકમેને બ્રિટેન વિદેશ સચિવ પાસે નિવેદન માગ્યુ છે અને કહ્યુ છે કે, યૂકે સરકાર બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો માટે કયા સુરક્ષાના પગલા લઇ રહી છે.
યુનુસ સરકારને અપાઇ ચેતવણી
પોતાના સંયુક્ત નિવેદનમાં બોબ બ્લેકમેન, જિમ શૈનન, જસ અથવાલ અને ક્રિસ લો સહિત તમામ પાર્ટી લાઇનો બ્રિટશ સાસંદોને દબાણપૂર્વક કહ્યુ હતુ કે, યુનુસના નતૃત્ત્વવાળી વચગાળાની સરકારે બાંગ્લાદેશી મતદાતાઓ પર આ પ્રકારના પ્રતિબંધ નહી લગાવવા જોઇએ. તેઓએ ચેતવણી આપી હતી કે, પ્રમુખ રાજનૈતિક દળો સિવાય કોઇપણ ચૂંટણીને લોકતાંત્રિક નહી માનવામાં આવે.
આ પણ વાંચોઃ સીરિયામાં ઓપરેશન દરમિયાન IDF સૈનિકો પર લાગ્યો 250 બકરીઓ ચોરવાનો આરોપ, જાણો શું છે મામલો?
