તારિક રહેમાનની નવી સરકાર અમુક જ અધ્યાદેશ પાસ કરવાની તૈયારીમાં છે.
અધ્યાદેશો રદ્દ કરવા અંગે ચર્ચા
મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન 100થી વધુ નિર્ણયો લેવાયા હતા. પરંતુ હવે નવા પીએમે આ નિર્ણયો રદ્દ કરવાનું નક્કી કર્યુ છે. યુનુસની વચગાળાની સરકારે સત્તાનો ઉપયોગ કરીને 100થી વધુ અધ્યાદેશ જાહેર કર્યા હતા. પરંતુ જો 25 દિવસમાં આ નિર્ણયો લાગુ નહી કરાય તો તે રદ્દ થઇ જશે. બાંગ્લાદેશમાં જે અધ્યાદેશો રદ્દ કરવાની વાત ચાલી રહી છે તેમાંથી કેટલાક ભારત અને શેખ હસીના સાથે જોડાયેલા છે.
કયા અધ્યાદેશ રદ્દ કરાશે ?
મોહમ્મદ યુનુસની સરકારે સુધાર, સખ્તી અને વિદેશી સંબંધો સાથે સંકળાયેલા 132 આધ્યાદેશ જાહેર કર્યા હતા. પરંતુ તારિક રહેમાન નવા પીએમ બનતા તેઓ પોતાની સરકારના નિયમો મુજબ અધ્યાદેશોની સમીક્ષા કરી રહ્યુ છે. અને તેને વહેલી તકે રદ્દ પણ કરાશે. આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં વિવાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પરના પ્રતિબંધને પણ હટાવી શકાય છે. કારણ કે ચૂંટણી બાદ અમુક સ્થળે આવામી લીગની પ્રવૃત્તિઓ શરુ થઇ ગઇ છે.
જુલાઇ ચાર્ટરની દગાબાજી
બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ ચૂંટણી જીત્યા બાદ જુલાઇ ચાર્ટરને રદ્દ કર્યુ છે. પાર્ટીના સાંસદોએ શપથવિધિ દરમિયાન સંવિધાન સુધાર સભ્યના રૂપમાં શપથ લીધી ન હતી. જુલાઇ ચાર્ટરને લાગુ કરવા માટે આ પ્રથમ કવાયત હતી. બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન ચૌધરીના જણાવ્યા પ્રમાણે બીએનપીના સભ્ય સાંસદ તરીકે નિયુક્ત કરાયા હતા. આ નિર્ણય સંસદમાં કરાશે. જુલાઇ ચાર્ટર સંવિધાનમાં સંશોધનનો પ્રસ્તાવ છે. જેના હેઠળ કોઇપણ શખ્સ બાંગ્લાદેશમાં બે વારથી વધુ અને 10 વર્ષથી વધારે પીએમ તરીકે ફરજ ન બજાવી શકે.
