એક વર્ષ પહેલા બાંગ્લાદેશના તત્કાલીન પીએમ શેખ હસીનાને સત્તા છોડવી પડી હતી. તેના માટેનું કારણ હતુ કે, તેઓએ સેન્ટ માર્ટિન દ્વીપ અમેરિકાને ન આપવાના કારણે થયુ હતુ. એક વર્ષ પહેલા હિંસક આંદોલન બાદ શેખ હસીના પોતાના દેશમાંથી પલાયણ થયા હતા. અને ભારતમાં શરણ લીધી હતી. જ્યારે આ વિદ્રોહ થયા ત્યારે આરોપ લગાવાયો હતો કે, અમેરિકાના કારણે આ સત્તા પરિવર્તન થયુ છે.


અમેરિકાને જોઇએ છે સેન્ટ માર્ટિન દ્વીપ

અમેરિકા સેન્ટ માર્ટિન દ્વીપ પર સેનાનો અડ્ડો બનાવવા ઇચ્છતા હતા. પરંતુ બાંગ્લાદેશે આ દ્વીપ આપવા માટે ઇન્કાર કર્યો હતો. હાલમાં આ દ્વીપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે શેખ હસીના ભારતમાં શરણ લેવા આવ્યા ત્યારે આ દ્વીપ ચર્ચામાં આવ્યો હતો. પરંતુ હમણા ચર્ચા શરુ છે કે, બાંગ્લાદેશની વચગાળાની સરકાર અમેરિકાને સેન્ટ માર્ટિન દ્વીપ આપવાની છે. અને આ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ છે.

હજારો વર્ષ જુનો સેન્ટ માર્ટિન દ્વીપનો ઇતિહાસ

સેન્ટ માર્ટિન દ્વીપનો અર્થ બંગાળી ભાષામાં 'નારિકેલ જિંજીરા' અથવા 'દારુચિની દ્વીપ' થાય છે. બાંગ્લાદેશ એક નાનકડો પ્રવાલ દ્વીપ છે. જે બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત છે. આ દ્વીપ મ્યાંમારની સરહદની નજીક છે. આનું ક્ષેત્રફળ માત્ર 3 વર્ગ કિમી છે. તેની ભૌગોલિક સ્થિતિ ખાસ રણનૈતિક મહત્ત્વ આપે છે. શેખ હસીનાએ ઘણીવાર દાવો કર્યો છે કે, અમેરિકા આ સેન્ટ માર્ટિન દ્વીપ પર સેનાના ઠેકાણા બનાવવા માગે છે. પરંતુ તેઓએ પરવાનગી આપી નથી. સેન્ટ માર્ટિન દ્વીપનો ઇતિહાસ હજારો વર્ષ જુનો છે. તે અગાઉ ટેકનાફ પ્રાયદ્વીપનો ભાગ હતો. સમુદ્રમાં વધી રહેલા સ્તરના કારણે તે અલગ થઇ ગયુ હતુ. 18મી સદીમાં અરબપતિઓએ અહીં વસવાટ કરવાનું નક્કી કર્યુ હતુ. અને તેને 'જજીરા' નામ આપ્યુ હતુ. બ્રિટિશ શાસન દરમિયાન 1900માં તેને સામેલ કરવામાં આવ્યુ હતુ. તેનું નામ ડિપ્ટી કમિશ્નર માર્ટિનના નામ પર મુકવામાં આવ્યુ હતુ.

વિવાદોમાં સેન્ટ માર્ટિન દ્વીપ

આ દ્વીપ મામલે બાંગ્લાદેશ અને મ્યાંમાર વચ્ચે વિવાદ શરુ છે. જ્યારે વર્ષ 1947માં અંગ્રેજોએ ભારતને આઝાદ કર્યુ હતુ. અને દેશમાં ભાગલા પાડ્યા હતા. ત્યારે આ દ્વીપ પાકિસ્તાનનો ભાગ હતો. વર્ષ 1971ના 'મુક્તિ સંગ્રામ' પછી આ દ્વીપ બાંગ્લાદેશમાં સામેલ થયો હતો. આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદો ન્યાયાધિકરણ નિર્ણય આપી ચુક્યો છે કે, આ સેન્ટ માર્ટિન દ્વીપ બાંગ્લાદેશનો ભાગ છે. 

  • Follow us on: