બાંગ્લાદેશ, નેપાળ બાદ હવે આફ્રિકામાં Gen Z પ્રદર્શનો ચર્ચામાં આવ્યા છે. તેઓએ સરકાર વિરુદ્ધ આંદોલનો કરી રહ્યા છે.

આંદોલનનું હિંસકરૂપ

આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા દ્વીપીય દેશ મડાગાસ્કરમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ રસ્તા પર હોબાળો કરી રહ્યા છે. તેમના આંદોલન સરકાર વિરુદ્ધના છે. રાષ્ટ્રપતિ એન્ડ્રી રાઝોઇલિનાએ જાહેરાત કરી હતી કે, તેઓએ સરકાર ભંગ કરી છે. આ પગલું રાજધાની અંટાનાનારિવો અને અન્ય ભાગમાં વિજળી-પાણીની અછત, મોંઘવારી અને પ્રાથમિક સુવિધાની અછતથી થઇ રહેલા પ્રદર્શનો બાદ લેવામાં આવ્યો છે. પહેલા શાંતિપૂર્વક આંદોલન હતા. બાદમાં હિંસકરૂપ ધારણ કર્યુ હતુ.

પ્રદર્શનકારીઓ કરી રહ્યા છે લૂંટ

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે આ આંદોલનમાં 22 લોકોના મોત થયા છે. અને 100 લોકો ઘાયલ થયા છે. રાજધાનીમાં પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ છે કે, બજાર, દુકાનો અને બેન્કમાં લૂંટ મચાવવામાં આવી રહી છે. નેપાળની જેમ આંદોલનકારીઓએ નેતાઓના ઘરમાં હુમલો કર્યો છે. પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે આંસૂ ગેસ છોડ્યા છે. આ હિંસાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ એન્ડ્રી રાઝોઇલિનાએ પોતાની હાર સ્વીકારી છે.

યુવાઓનું પ્રદર્શન કેમ ?

આફ્રિકાની સરકારે જાહેરાત કરી છે કે, નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને જે લોકોને નુકસાન થયુ છે. તેમને મદદ કરવામાં આવશે. યુવા પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાનું આશ્વાસ પણ સરકારે આપ્યુ છે. અગાઉ કહેવામાં આવી રહ્યુ હતુ કે, રસ્તા પરની સુવિધાથી અસંતોષ ફેલાયો છે. પરંતુ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વિરોધ મોંઘવારી કે પ્રાથમિક સુવિધાઓની અછતનો નથી. પણ વર્ષોથી થઇ રહેલી હાલાકીનો છે. મડાગાસ્કર અગાઉથી જ ગરીબોના દેશમાં ગણતરીમાં આવતો હતો. જેના કારણે યુવાઓ બેરોજગાર થઇ રહ્યા હતા. જેથી આ આંદોલન કરવામાં આવ્યુ છે. 

  • Follow us on: