વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર 3 દિવસના મોસ્કો પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેઓઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. અને પીએમ મોદીનો સંદેશ પણ આપ્યો હતો. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે મોસ્કો પ્રવાસ દરમિયાન વેપારથી લઇને આતંકવાદના મુદ્દા પર વાતચીત કરી હતી.
વિદેશ મંત્રીનો રશિયા પ્રવાસ
મોસ્કો પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદી મામલે અમેરિકા પર પ્રહાર કર્યા હતા. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે જણાવ્યુ છે, મોસ્કો પ્રવાસ એ ભારત-રશિયા સંબંધ માટે નવી દિશા છે. ત્રણ દિવસની યાત્રા દરમિયાન વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે રાષ્ટ્રપતિ પુતિન, ઉપપ્રધાનમંત્રી ડેનિસ માંતુરોવ અને વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ સાથે મુલાકાત કરી હતી. યાત્રા દરમિયાન વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે પુતિન સાથે બેઠક યોજી અને પીએમ મોદીનો સંદેશ આપ્યો હતો. અને યૂક્રેન સંકટ મામલે ચર્ચા કરી હતી. 20 ઓગષ્ટના રોજ થયેલા ભારત-રશિયા અંતર-સરકારી આયોગની 26મી બેઠક યોજાઇ હતી. બન્ને દેશે વર્ષ 2030 સુધી વેપારને 100 અરબ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય બનાવ્યુ છે. તેના માટે લોજિસ્ટિક મુશ્કેલીઓને હટાવવું, ચુકવણી માટે સરળ નિયમો અને ભારત-યૂરેશિયન ઇકોનોમિક યૂનિયન FTAને અંતિમ રૂપ આપવા બાબતે સહમતિ સધાઇ છે. 21 ઓગષ્ટના રોજ જયશંકર અને લાવરોવ સાથેની મુલાકાતમાં રક્ષા સહયોગ, સૈન્ય-ટેક્નિકલ સમજૂતી અને કઝાન તથા યેકાતેરિનબર્ગમાં નવા ભારતીય વાણિજ્ય દુતાવાસ ખોલવા મુદ્દે સહમતી સધાઇ છે. વૈશ્વિક સ્તર પર બન્ને દેશોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધાર, BRICS, SCO અને G20માં સહયોગ માટે સમાનરુપ સ્વીકાર્યુ છે.
આતંકવાદ પર સખ્ત ટીપ્પણી
ભારત અને રશિયાએ આતંકવાદ વિરુદ્ધ મળીને લડવાનો સંકલ્પ કર્યો છે. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યુ હતુ કે, ભારત શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવશે. અને સીમા પાર આતંકવાદથી નાગરિકોની રક્ષા કરશે. બન્ને દેશોએ આવનારા સમયમાં યોજાનાર વાર્ષિક શિખર સંમેલનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. અને પરિણામોન્મુખ બનાવવા પર સમજૂતી કરી હતી. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યુ હતુ.













