ચીન, પાકિસ્તાનના ઇકોનોમી કોરિડોરને અફઘાનિસ્તાન સુધી લઇ જવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કાબુલમાં ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ત્રણેય દેશ વચ્ચે વેપાર, આર્થિક સહયોગ અને ક્ષેત્રીય સંપર્ક વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણેય વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક
અફઘાનિસ્તાનમાં યોજાયેલી બેઠકમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી વચ્ચે સંવાદ થયો હતો અને સહમતિ સધાઇ હતી. ત્રણેય વિદેશ મંત્રીઓએ ઇકોનોમી કોરિડોર મામલે પણ ચર્ચા કરી હતી. આ ઇકોનોમી કોરિડોર હવે અફઘાનિસ્તાન સુધી લંબાવવામાં આવશે. આ હાઇવે પ્રાચીન સિલ્ક રોડને ફરીથી શરુ કરશે. અને ચીનને અફઘાનિસ્તાનના માર્ગે ઇરાન સાથે જોડશે. ઇકોનોમી કોરિડોરની લંબાઇ 2500 કિમી છે. જે ચીનના શિનજિયાંગ પ્રાંતથી લઇને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી રહેશે. હવે અફઘાનિસ્તાન સુધી બનશે તો તેની લંબાઇ 350 કિમી સુધીની રહેશે. અને જો તેને અફઘાનિસ્તાનના અન્ય શહેરો સુધી જોડવામાં આવે તો તેની લંબાઇ 300 કિમી સુધી રહેશે. જેમાં ગ્વાદરથી લઇને કાશગર અને કાશગરથી લઇને કાબુલ સુધીના શહેરોનો સમાવેશ કરવામાં આવશે.
Also Read
China એ ભારતીય ઉત્પાદનો માટે ખુલ્લુ મુકી દીધું બજાર, ટ્રમ્પને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું ચીન ભારત સાથે
India Vs Pakistan: પાકિસ્તાન સાથેની મેચ પર પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવવામાં આવ્યો સવાલ, BCCIએ રિપોર્ટરને વચ્ચે જ કેમ રોક્યો?
Afghanistan Child Marriage Case: અફઘાનિસ્તાનમાં 45 વર્ષના શખ્સે 6 વર્ષની બાળકી સાથે કર્યા લગ્ન, તાલિબાને શું કહ્યુ?
વિવિધ શહેરોનો કરાયો સમાવેશ
ઇકોનોમી કોરિડોર પૂર્વ ભાગમાં વાખજીર છે. જેની ઉંચાઇ 4923 મીટર છે. જે અફઘાનિસ્તાન અને ચીન વચ્ચે એકમાત્ર રસ્તો છે. આ રુટની શરુઆત ચીનના કાશગરથી કરવામાં આવી શકે છે. જો કરાકોરમ હાઇવેના માધ્યમથી પાકિસ્તાનને જોડશે. અફઘાનિસ્તાનમાં આ રોડ બોજાઇ ગોંબદથી શરુ થઇને વાખજીર સુધી જઇ શકે છે. બાદમાં અફઘાનિસ્તાનના રસ્તાના નેટવર્કને કાબુલ અને અન્ય શહેરોથી જોડશે. અને ઇરાનનો પણ સમાવેશ કરવામાં આવશે.
ભારતીય વેપાર મામલે પ્રશ્ન
આ કોરિડોર ભારતને સીધુ અને પરોક્ષ રીતે ફાયદો કરશે. કોરિડોરથી મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનના બજારો સુધી સરળતાથી યાત્રા કરી શકાશે. ભારતનું ચાબહાર પોર્ટ અફઘાનિસ્તાનના માર્ગે મધ્ય એશિયા સુધી સામાન પહોંચાડવા માટેનો વૈકલ્પિક રસ્તો છે. જો અફઘાનિસ્તાનમાં સ્થિરતા વધશે તો ભારત પોતાના આયાત-નિકાસના વેપારને વેગ આપી શકે છે. ઇકોનોમી કોરિડોરનો અફઘાનિસ્તાન સુધીનો વિસ્તાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી પસાર થાય છે. જે ભારતની સરહદનુ ઉલ્લંઘન છે. ભારતે તેનો વિરોધ કર્યો છે. કારણ કે તે ભારતીય વિસ્તારોની સુરક્ષા અને હિતને પ્રભાવિત કરે છે.










