નેપાળમાં પીએમ અને રાષ્ટ્રપતિએ સત્તા છોડ્યા બાદ નવા પીએમ માટે બે નામ સામે આવી રહ્યા છે. જેમાં બાલેન શાહ તથા રબી લામિછાનેનો સમાવેશ થાય છે. Gen Zઓમાં આ બન્ને નેતાઓ પ્રખ્યાત છે. અને તેમના કાર્યને યુવાઓ અનુસરે છે.
સેનાના હાથમાં કમાન
નેપાળની રાજનીતિમાં વર્તમાન સ્થિતિ વિકટ બની છે. પીએમ, રાષ્ટ્રપતિ અને અન્ય મંત્રીઓ સત્તા છોડી પલાયન થયા છે. તેવામાં સેનાએ નેપાળનો મોર્ચો સંભાળ્યો છે. Gen Zઓના પ્રદર્શનો એટલા ઉગ્ર બન્યા છે કે તેઓ મંત્રીઓના નિવાસ સ્થાન તથા સંસદમાં આગ ચંપી કરતા પણ ડરતા નથી. વિદેશ મંત્રીને ઢોર માર માર્યા બાદ ભૂતપૂર્વ પીએમના નિવાસ સ્થાનમાં આગ લગાવી હતી. અને આ આગની ચપેટમાં તેમના પત્ની પણ આવી ચુક્યા હતા. અને તેમનું મોત નિપજ્યુ હતુ.
પીએમ તરીકે કોણ આગળ ?
બાલેન શાહ સાથે રબી લામિછાને પીએમ પદમાં આગળ દોડી રહ્યા છે. બાલેન શાહ રેપર અને કાઠમંડુના મેયર છે. તો રબી લામિછાને પત્રકાર તથા એન્કર રહી ચુક્યા છે. રબી લામિછાનેની જીંદગી ઘણી રંગીન રહી છે. તેમના સંબંધો ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. રબી લામિછાને પત્ની હોવા છતાં અમેરિકાની મહિલા સાથે સંબંધમાં રહ્યા હતા. તેમના પ્રેમ સંબંધો અને લગ્ન જીવનના વિવાદના કારણે રબી લામિછાને પર 'કૈસેનોવા'નો ટેગ લગાવવામાં આવ્યો છે.
લગ્ન અને છુટાછેડા
રબી લામિછાનેના લગ્ન ઇશા નામની યુવતી સાથે થયા હતા. બન્ને 25 વર્ષ સુધી સાથે રહ્યા હતા. બાદમાં 2019માં તેઓના છુટાછેડા થયા હતા. છુટાછેડા બાદ રબી લામિછાને નિકિતા નામની મોડેલ સાથે 2019માં જ લગ્ન કરી લીધા હતા. નિકિતા પૌંડેલ નેપાળી ફિલ્મ ડેવલપમેન્ટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
અમેરિકાની મહિલા સાથે પ્રેમ સંબંધ
રબી લામિછાનેની પ્રથમ પત્ની ઇશાએ તેમના પર આરોપ લગાવ્યા હતા. અને કહ્યુ હતુ કે, અમેરિકામાં રબી લામિછાનેનું અફેર હતુ. જ્યારે તેમની પુત્રીઓ અમેરિકા ગઇ હતી. ત્યારે આ પ્રેમ સંબંધ અંગે માહિતી પ્રાપ્ત થઇ હતી. પતિના પ્રેમ સંબંધોના કારણે ઇશા માનસિક તણાવમાં હતી. આ અફેર મામલે મહિલાનું નામ સામે આવ્યુ નથી. રબી લામિછાનેના લગ્ન, છુટાછેડા, બીજા લગ્ન અને અફેરના કારણે તેમની ચર્ચા થઇ હતી. અને રબી લામિછાને 'કૈસેનોવા'નો ટેગ આપવામાં આવ્યો હતો.
વિવાદો સાથે જુનો સંબંધ
અંગત જીવન સિવાય રબી લામિછાનેને કેટલીક કાયદાકીય સ્થિતિનો પણ સામનો કરવાની ફરજ પડી હતી. જેમાં નાગરિકતા વિવાદ, સરકારી કૌભાંડ, નાંણાકિય તપાસ, છેતરપીંડી જેવા કેસ સામેલ છે. આ તમામ વિવાદોએ રબી લામિછાનેની જીંદગીને સાર્વજનિક રીતે વધુ જટીલ કરી હતી. રબી લામિછાને પહેલા એન્કર હતા. તેમનો ટીવી શો પ્રખ્યાત હતો. આ કાર્યક્રમના માધ્યમથી તેઓ ભ્રષ્ટાચાર, સમાજ સુધારાના મુદ્દાઓ અંગે વાતચીત કરતા હતા. આ શોના કારણે તેઓ જનતાની વચ્ચે વધુ લોકપ્રિય બન્યા હતા.













