વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડસની તૈનાતી વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા છે. અહીં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સામે પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે આપેલા ક્રાઇમ ઇમરજન્સી આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરનારાઓએ વ્હાઇટ હાઉસ રેલી યોજી હતી. અને ટ્ર્મ્પ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રપતિએ 12 ઓગષ્ટના રોજ રાજધાનીમાં 800 નેશનલ ગાર્ડસ તૈનાત કરવા માટે આદેશ આપ્યો હતો.


ટ્રમ્પ વિરુદ્ધ સુત્રોચ્ચાર

હજારો લોકોએ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તેઓ વ્હાઇટ હાઉસ તરફ કૂચ કરી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન લોકોએ સૂત્રો લખેલા પ્લેકાર્ડ પણ રાખ્યા હતા. ટ્રમ્પે 12 ઓગસ્ટે વોશિંગ્ટનમાં 800 નેશનલ ગાર્ડ્સની તૈનાતીનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે રાજધાનીમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે આ કરવામાં આવી રહ્યું છે. વોશિંગ્ટન રેલી ડુપોન્ટ સર્કલથી શરૂ થઈ હતી. વિરોધીઓએ સૂચક બેનરોમાં લખ્યુ હતુ કે, 'તમને શરમ આવે અને ટ્રમ્પને હવે જવું પડશે'. વિરોધના બે દિવસ પહેલા, એટર્ની જનરલ પામ બોન્ડીએ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન ટેરી કોલને 'ઇમર્જન્સી પોલીસ કમિશનર' તરીકે નિયુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. કોલને ડીસી પોલીસનો સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવશે. એટર્ની જનરલ બ્રાયન શ્વાલ્બે ફેડરલ કોર્ટમાં આની વિરુદ્ધ અપીલ કરી હતી અને વહીવટીતંત્રે આ યોજના રદ કરી હતી. શ્વાલ્બે કહ્યું, અમારા પોલીસ દળને કબજે કરવા દેવામાં આવશે નહીં.

હોમ રૂલ એક્ટનો ઉપયોગ

પશ્ચિમ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ જાહેરાત કરી હતી કે, તેઓ ટ્રમ્પના પગલાના સમર્થનમાં 300 થી 400 નેશનલ ગાર્ડ્સ વોશિંગ્ટન મોકલશે. દક્ષિણ કેરોલિનાથી 200 નેશનલ ગાર્ડ્સ અને ઓહિયોથી 150 નેશનલ ગાર્ડ્સ આવશે. હાલમાં વોશિંગ્ટનમાં 800 નેશનલ ગાર્ડ્સ તૈનાત છે. જે સીધા રાષ્ટ્રપતિ દ્વારા નિયંત્રિત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 1970ના હોમ રૂલ એક્ટનો ઉપયોગ કર્યો છે. તે કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિને 48 કલાક માટે શહેરની પોલીસનો નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો અધિકાર આપે છે. જો રાષ્ટ્રપતિ વોશિંગ્ટન ડીસી સંબંધિત કાયદા બનાવતી સંસદીય સમિતિઓને આ અંગે જાણ કરે, તો પોલીસનું નિયંત્રણ લાંબા સમય સુધી જાળવી શકાય છે. 

  • Follow us on: