અમેરિકાની વર્તમાન પરિસ્થિતિ સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ માર્શલ લો લગાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ આશંકા એટલા માટે સેવાઇ રહી છે કારણ કે અહીં નેશનલ ગાર્ડની દખલઅંદાજી વધી રહી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના રસ્તા પર નેશનલ ગાર્ડના સૈનિકો હથિયાર સાથે ફરતા જોઇ શકાશે.


શું વધશે તણાવ કે સુરક્ષા ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના આદેશ પર નેશનલ ગાર્ડ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ડેમોક્રેટિક નેતૃત્વવાળા શહેરમાં તણાવ વધ્યો છે. આ નીતિ હેઠળ સૈનિકો પોતાની સાથે M-17 પિસ્તોલ અથવા M-4 રાઇફલ લઇ જઇ શકશે. રક્ષાવિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, મિશન મુજબ સૈનિકોને હથિયાર આપવામાં આવશે. અપરાધને ડામવા માટે ટ્રમ્પ સરકાર સખ્ત નિર્ણયો લઇ રહી છે. પરંતુ સ્થાનિકો અહીં પ્રશ્ન કરી રહ્યા છે કે આ નિર્ણય સુરક્ષા વધારશે કે તણાવને ભડકાવશે. બે અઠવાડિયાથી વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ વિના હથિયાર માર્ચ કરી રહ્યા હતા. પરંતુ બાદમાં ટ્ર્મ્પે જ્યારે ક્ષેત્રમાં અપરાધ ઇમરજન્સી જાહેર કરી ત્યારે સૈનિકોને હથિયાર રાખવા માટે પરવાનગી આપવામાં આવી હતી. નેશનલ ગાર્ડની જોઇન્ટ ટાસ્ક ફોર્સ ડીસીએ સ્પષ્ટ કર્યુ છે કે, સૈનિક માત્ર અંતિમ ઉપાયના વિકલ્પમાં જ બળ પ્રયોગ કરી શકશે. યૂનિયન સ્ટેશનની બહાર સાઉથ કૈરોલિના નેશનલ ગાર્ડના સેનિકો પિસ્તોલ સાથે જોવા મળ્યા હતા. ડેમોક્રોટિક નેતૃત્વવાળા શહેર જેમકે શિકાગો અને મેરીલેન્ડના બાલ્ટીમોરમાં પણ સૈન્ય તૈનાત કરવા માટે ટ્રમ્પે આદેશ આપ્યા છે.

હિંસામાં થયો છે ઘટાડોઃ ટ્રમ્પ

મૈરીલેન્ડના ગર્વનર વેસ મૂરે ટ્રમ્પને બાલ્ટીમોરમાં સુરક્ષા ભ્રમણ માટે આમંત્રણ આપ્યુ હતુ. જેના કારણે અપરાધ અને હોમલેસ મુદ્દા પર ચર્ચાઓ થઇ શકે. પરંતુ જવાબમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે, ત્યાં સૈનિકો મોકલી શકશે. આ નિવેદન બન્ને નેતાઓ વચ્ચે થયેલી તીખી વાતચીતનો ભાગ છે. મૂરે ટ્રમ્પની રાષ્ટ્રપતિ શક્તિઓનો આ કાર્યમાં ઉપયોગ કરવા બદ્દલ ટીકા કરી છે. તો આ તરફ, ટ્રમ્પ આ પ્રકારની કાર્યવાહીને અપરાધ વિરુદ્ધનું મોટુ પગલુ ગણાવે છે. મૈરીલેન્ડમાં અગાઉથી જ પરિસ્થિતિ યોગ્ય છે. પોલીસ વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2025માં હમણા સુધીમાં 84 હત્યાઓ કરવામાં આવી છે. અને આ સંખ્યા છેલ્લા 50 વર્ષની તુલનામાં સૌથી ઓછી છે. તો બંદૂક હિંસામાં પણ ગયા વર્ષની તુલનામાં ઘટાડો જોવા મળ્યો છે. 

  • Follow us on: