ઇઝરાયલ પીએમ બેન્જામિન નેતન્યાહૂ, જેમની સામે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે યુદ્ધ ગુનાઓ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

બેન્જામિન નેતન્યાહૂનું સંબોધન

ઇઝરાયલ પીએમ બેન્જામિન નેતન્યાહૂ બોલી રહ્યા હતા. ત્યારે જનરલ એસેમ્બલી હોલ લગભગ ખાલી હતો કારણ કે ઘણા દેશોના પ્રતિનિધિઓ તેમના ભાષણ પહેલાં જ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઇઝરાયલ પીએમ બેન્જામિન નેતન્યાહૂનો બધાએ બહિષ્કાર કર્યો હતો. પરંતુ ઇઝરાયલી પ્રતિનિધિમંડળે જોરથી તાળીઓ પાડી. જ્યારે તેમણે જાહેરાત કરી કે ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ સભ્યોના સેંકડો પેજર ઉડાવી દીધા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચર્ચા

આ વિસ્ફોટોમાં કેટલાક બાળકો સહિત ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા. વધુમાં, તે સમયે લેબનીઝ આરોગ્ય વિભાગ અનુસાર આશરે 3 હજાર લોકો ઘાયલ થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણની શરૂઆત કરતા, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન અને તેના સાથીઓ સામે ઇઝરાયલની કાર્યવાહી પર ભાર મૂક્યો. નેતન્યાહૂએ કહ્યુ કે, છેલ્લા એક વર્ષમાં, અમે હુથી બળવાખોરો પર અસંખ્ય હુમલાઓ કર્યા છે. જેમાં ગઈકાલનો પણ સમાવેશ થાય છે.

અમારું કાર્ય હજુ પૂર્ણ થયું નથીઃ નેતન્યાહૂ

નેતન્યાહૂએ જણાવ્યું હતું કે હમાસની તાકાત ઓછી થઈ ગઈ છે. પરંતુ તે હજુ પણ એક ખતરો છે અને 7 ઓક્ટોબરની હિંસાને પુનરાવર્તિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું, આપણા લોકોની તાકાત, અમારા સૈનિકોની બહાદુરી અને અમારા બોલ્ડ નિર્ણયોને કારણે, ઇઝરાયલ તેના સૌથી કાળા દિવસમાંથી બહાર નીકળીને વિશ્વના સૌથી મોટા લશ્કરી પુનરાગમનમાંથી એક પ્રાપ્ત કરી શક્યું છે. પરંતુ અમારું કાર્ય હજુ પૂર્ણ થયું નથી.

  • Follow us on: