નોર્વેજીયન સંગઠન 10 ઓક્ટોબરે આ પુરસ્કારની જાહેરાત કરવા જઈ રહ્યું છે. ત્યારે આ દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ રોકવા માટે તેમના તમામ પ્રયાસો શરુ કર્યા છે.

ડૉનાલ્ડ ટ્ર્મ્પના નવા પ્રયાસો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવેસરથી પ્રયાસ શરૂ કર્યો છે. તેમનો ઉદ્દેશ્ય ગાઝા યુદ્ધનો અંત લાવવાનો છે અને પુરસ્કાર માટે મજબૂત દાવો કરવાનો છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ગાઝા યુદ્ધવિરામ અંગે એક મોટી બેઠક યોજવા જઈ રહ્યા છે. બેઠક માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. એકવાર ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સંમત થઈ જાય, પછી પ્રસ્તાવ હમાસને મોકલવામાં આવશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નિવેદન

ટ્રમ્પ 1 ઓક્ટોબર સુધીમાં ગાઝા યુદ્ધ બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે નોર્વેજીયન નોબેલ શાંતિ પુરસ્કાર 10 ઓક્ટોબરે આ વર્ષના પુરસ્કારની જાહેરાત કરવા જઈ રહ્યો છે. ઓક્ટોબર 2023થી, ગાઝામાં 65 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. યુરોપિયન અને આરબ દેશો આ યુદ્ધ માટે ઇઝરાયલને દોષી ઠેરવી રહ્યા છે. ઇઝરાયલને સીધો યુએસ ટેકો મળે છે. તાજેતરમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને યુએનની બહાર એક મોટું નિવેદન આપ્યું હતું.

શું હતા ડૉનાલ્ડ ટ્રમ્પના દાવાઓ

નોબેલ શાંતિ પુરસ્કાર એવી સંસ્થા અથવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો વધારવામાં અથવા સ્થાયી સૈન્યને દૂર કરવામાં અથવા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય. વધુમાં, વ્યક્તિએ શાંતિ પરિષદોની સ્થાપના અને પ્રોત્સાહન આપવામાં સૌથી વધુ અથવા શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ડૉનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે તેમણે રાષ્ટ્રપતિ બન્યાના સાત મહિનામાં સાત યુદ્ધો બંધ કર્યા. જો કે, ટ્રમ્પે તેમની ચૂંટણી પહેલાં તેમણે જે યુદ્ધોનું વચન આપ્યું હતું તે હજુ સુધી બંધ કર્યા નથી. 

  • Follow us on: