અમેરિકામાં રાજકીય ઉથલપાથલ વધતી જઇન રહી છે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સિક્રેટ સર્વિસ સુરક્ષા દૂર કરી દીધી છે. આ માહિતી વ્હાઇટ હાઉસમાંથી આપવામાં આવી છે. ડૉનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય બાદ ખળભળાટ વધ્યો છે.


વિવાદિત નિર્ણયો

અમેરિકાના કાયદા અનુસાર, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને તેમના પરિવારને પદ છોડ્યા પછી મહત્તમ છ મહિના માટે સિક્રેટ સર્વિસ સુરક્ષા મળે છે. કમલા હેરિસનો કાર્યકાળ સાત મહિના પહેલા સમાપ્ત થયો હતો. આ આધારે, ટ્રમ્પ વહીવટીતંત્રે તેમનું સુરક્ષા કવર પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો. હેરિસના વરિષ્ઠ સલાહકાર કર્સ્ટન એલને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ સિક્રેટ સર્વિસની વ્યાવસાયિકતા, સમર્પણ અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે આભારી છે.

હાઇ-પ્રોફાઇલ લોકોની સુરક્ષા દૂર

આ પહેલો કિસ્સો નથી. ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં પાછા ફર્યા પછી ઘણા હાઇ-પ્રોફાઇલ લોકોની સુરક્ષા દૂર કરી છે. આમાં જોન બોલ્ટન અને હન્ટર બિડેન અને એશ્લે બિડેનનો સમાવેશ થાય છે. યુએસ નિયમો અનુસાર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને તેમની પત્નીઓને આજીવન સુરક્ષા મળે છે. પરંતુ તેમના બાળકો માટે, તે ફક્ત 16 વર્ષની ઉંમર સુધી જ લાગુ પડે છે. બિડેને તેમના કાર્યકાળના છેલ્લા મહિનામાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. જેનાથી તેમના પુખ્ત બાળકોની સુરક્ષામાં વધારો થયો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે અમેરિકાની ટોચની આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર સુસાન મોનારેઝને તેમના પદ પરથી દૂર કર્યા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીના જણાવ્યા અનુસાર, મોનારેઝ રાષ્ટ્રપતિના મિશન સાથે મેળ ખાતી ન હતી અને તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. મોનારેઝના વકીલોનું કહેવું છે કે તેમને વિજ્ઞાન માટે ઉભા રહેવા બદલ સજા આપવામાં આવી હતી. 

  • Follow us on: