સીરિયાના નવા રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા અમેરિકા પહોંચ્યા હતા. તેઓ વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.

યુએસ પ્રતિબંધોને હટાવવાનો હેતુ

વર્ષ 1946માં સીરિયાની સ્વતંત્રતા પછી સીરિયાના રાષ્ટ્રપતિ દ્વારા અમેરિકાની આ પહેલી સત્તાવાર મુલાકાત હશે. એક સમયે અમેરિકા માટે "મોસ્ટ વોન્ટેડ" શરા, હવે એ જ સૈનિકો સાથે રમી રહ્યો છે જેમને એક સમયે તેને જોતાં જ મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આને રાજદ્વારી દુનિયામાં એક વળાંક કહી શકાય છે. બેઠક માટે શારાનો મુખ્ય એજન્ડા સીરિયા પરના યુએસ પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવવાનો છે.

કઠોર પ્રતિબંધો હવે અયોગ્ય

અલ-શારાએ અગાઉ કહ્યું કે, 2019ના સીઝર સીરિયન નાગરિક સુરક્ષા કાયદા જેવા કઠોર પ્રતિબંધો હવે અયોગ્ય છે. કારણ કે બશર અલ-અસદનું શાસન સમાપ્ત થઈ ગયું છે. શારા, જેમના ઇસ્લામિક બળવાખોર દળોએ ગયા વર્ષે બશર અલ-અસદને સત્તા પરથી હાંકી કાઢ્યા હતા. હવે સીરિયાના અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે યુએસ સહાય માંગે છે. તેમના મીડિયા સલાહકાર, અહેમદ ઝૈદાને જણાવ્યું હતું કે, અમારો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે અમેરિકા સીઝર એક્ટ રદ કરે.

અગાઉ પણ થઇ ચુકી છે મુલાકાત

ટ્રમ્પ અને શારા પહેલી વાર મે મહિનામાં રિયાધમાં ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ સમિટ દરમિયાન મળ્યા હતા. તે સમયે, ટ્રમ્પે તેમને "યુવાન, મજબૂત અને ફાઇટર" તરીકે વર્ણવ્યા હતા. ત્યારબાદ, ટ્રમ્પ વહીવટીતંત્રે સીરિયા પરના મોટાભાગના પ્રતિબંધો હટાવી લીધા, જોકે સીઝર એક્ટ અમલમાં છે અને તેને હટાવવા માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર છે. અહમદ અલ-શારા એક સમયે હયાત તહરિર અલ-શામના વડા હતા. જે એક સંગઠન છે જેણે અસદ શાસનને ઉથલાવી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઇઝરાયલ-સીરિયા સુરક્ષા કરાર

યુએસ અને સીરિયા વચ્ચેનું આ નવું જોડાણ ઇઝરાયલ-સીરિયા સુરક્ષા કરાર સાથે જોડાયેલું છે. યુએસ ઇચ્છે છે કે બંને દેશો બિન-આક્રમક કરાર પર સંમત થાય, જેનો અર્થ થાય છે કે એકબીજા સામે કોઈ આક્રમણ નહીં. એક સીરિયન સૂત્રએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઇચ્છે છે કે આ સોદો શારાની યુએસ મુલાકાત પહેલાં પૂર્ણ થાય. દરમિયાન, ઇઝરાયલે યુએસ પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવવાનો વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે આમ કરવાથી યુએસ દબાણ નબળું પડશે.

  • Follow us on: