તો આ તરફ, શહબાઝ શરીફ પાસે પણ જનાધાર નથી. જેના કારણે પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાં વિવાદ ચાલી રહ્યો છે.

એક આર્ટીકલ અને વિવાદ શરુ

વરિષ્ઠ પત્રકાર સોહેલ વારૈચે સેનાના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે અસીમ મુનીર એક શખ્સની શોધમાં છે. જે પાકિસ્તાનને અસરકારક રીતે ચલાવી શકે. એકવાર તે વ્યક્તિ મળી જાય, પછી શાહબાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો જેવા નેતાઓને બાજુ પર રાખવામાં આવશે. પાકિસ્તાન સેનાએ સોહેલના લેખ પર કોઈ ટિપ્પણી કરી નથી. જ્યારે વડા પ્રધાન કાર્યાલયના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, મુનીર અને શાહબાઝ શરીફના સંબંધો હાલ યોગ્ય ચાલી રહ્યા છે.

શાહબાઝ શરીફનો ખુલ્લો વિરોધ

સોહેલ વારૈચના જણાવ્યા મુજબ, શાહબાઝ શરીફના આગમન પછી, સેનાને કામ કરવાની ઘણી સ્વતંત્રતા મળી છે. પરંતુ શાહબાઝ શરીફનો જનતા પર પ્રભાવ નથી. ખૈબર પખ્તુનખ્વા, ગિલગિટ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને સિંધ જેવા પ્રાંતોમાં શાહબાઝ શરીફનો ખુલ્લો વિરોધ છે. જનતા તેમની અપીલો પર ધ્યાન આપવાનો ઇનકાર કરી રહી છે. ઇમરાન ખાન શાહબાઝ શરીફ સામે વ્યાપક જાહેર વિરોધને વેગ આપી રહ્યા છે.

તિરાહ ખીણમાં લશ્કરી કાર્યવાહી શરૂ

આના કારણે સેનાને તેના કામકાજમાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં, સેનાને ખૈબરની તિરાહ ખીણમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરવા માટે જિર્ગા બેઠક બોલાવવી પડી. સરકાર ત્યાંના લોકોને મનાવવામાં નિષ્ફળ ગઈ. જિર્ગા બેઠકમાં ઘણો સમય લાગ્યો, અને ત્યાં સુધીમાં, પાકિસ્તાન વિરોધી તોફાનીઓ સુરક્ષિત થઈ ગયા હતા. વારૈચ આગળ લખે છે કે, શાહબાઝ શરીફ અને તેમના પક્ષને પંજાબ સિવાય પાકિસ્તાનમાં ક્યાંય પણ બહુ જાહેર સમર્થન નથી.

આ પણ વાંચોઃ Italyમાં ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા બદલવા માટેની તૈયારીમાં Giorgia Meloni, 53 ટકા લોકો કરી રહ્યા છે વિરોધ