લાલમોનીરહાટ એરબેઝના વિસ્તરણ અને પાકિસ્તાની યુદ્ધ જહાજની ચટગાંવની મુલાકાતે ભારતની ચિંતા વધારી છે.
ઢાકા-ઇસ્લામાબાદ વચ્ચેના સંબંધો બન્યા ગાઢ
ઓગસ્ટ 2024 માં શેખ હસીના સરકારને હટાવ્યા પછી, બાંગ્લાદેશના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો. પાકિસ્તાન મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારનું ખુલ્લેઆમ સ્વાગત કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો. ત્યારથી, ઢાકા અને ઇસ્લામાબાદ વચ્ચેના સંબંધો ગાઢ બન્યા છે. બીજી બાજુ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વિકસી રહ્યો છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન જે સંબંધોને શક્તિ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવતા હતા તે હવે સ્પષ્ટપણે ઠંડા પડી ગયા છે.
Also Read
Bangladeshમાં આઠ કટ્ટરપંથી મુસ્લિમ પક્ષો Muhammad Yunus સરકાર વિરુદ્ધ ઉતર્યા રસ્તા પર, જાણો શું છે મામલો?
World News: Sheikh Hasinaના એક પગલાથી Bangladeshમાં મચ્યો હોબાળો, ઢાકા ફેરવાયુ કિલ્લામાં, જાણો શું છે મામલો?
World News: Bangladesh ચિકન નેક કોરિડોર નજીક બનાવી રહ્યું છે આધુનિક એરબેઝ, જાણો વિશેષતા
આતંકવાદી તાલીમ અપાઇ
તાજેતરમાં, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ સૈફનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે નેતા હાફિઝ સઈદ બાંગ્લાદેશ દ્વારા ભારત પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. સૈફુલ્લાહે સઈદની યોજનાનો ખુલાસો કરતા કહ્યું હતું કે, બાંગ્લાદેશનો ઉપયોગ લોન્ચ પેડ તરીકે થઈ રહ્યો હતો. હાફિઝે એક સહયોગીને બાંગ્લાદેશ મોકલ્યો હતો. જે જેહાદના નામે સ્થાનિક યુવાનોને ઉશ્કેરી રહ્યો છે અને આતંકવાદી તાલીમ આપી રહ્યો છે.
લાલ મોનીરહાટ એરબેઝનું વિસ્તરણ
ભારતના તણાવ છતાં, બાંગ્લાદેશ સરકાર લાલ મોનીરહાટ એરબેઝનું વિસ્તરણ કરી રહી છે. બાંગ્લાદેશનો આ સૌથી મોટો બેઝ ભારતના ચિકન નેક કોરિડોર પાસે આવેલો છે. આ વિસ્તરણના ભાગ રૂપે, લાલ મોનીરહાટ એરબેઝ પર નવા હેંગર, જેટ પાર્કિંગ અને રડાર સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. આ વિસ્તરણ એવા સમયે થયું છે જ્યારે યુનુસ સરકાર સાથે ભારતના રાજદ્વારી સંબંધો તણાવપૂર્ણ છે. જવાબમાં, ભારતે આસામ સરહદ નજીક ત્રણ નવા સ્થળોએ સૈનિકો તૈનાત કર્યા છે.










