કતારની રાજધાની દોહામાં બોલાવાયેલી આરબ લીગ અને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનની સંયુક્ત કટોકટી પરિષદમાં 55 મુસ્લિમ દેશોના નેતાઓ ઇઝરાયલની તાજેતરની કાર્યવાહીની સખત નિંદા કરતા જોવા મળ્યા હતા.

UAE અને બહેરીનના ઠંડા પ્રતિભાવ

પાકિસ્તાન, તુર્કી, અઝરબૈજાન અને સાઉદી અરેબિયા જેવા મોટા ખેલાડીઓએ બેઠકમાં ભાગ લીધો. બધાએ મળીને ઇઝરાયલ પર હુમલાનો આરોપ લગાવ્યો અને કતાર સાથે એકતા વ્યક્ત કરી. પરંતુ આ ઐતિહાસિક બેઠકમાં, કતારના બે મહત્વપૂર્ણ પડોશી દેશ UAE અને બહેરીનના ઠંડા પ્રતિભાવે બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ગયા અઠવાડિયે, ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં લગભગ 10 હવાઈ હુમલા કર્યા. હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેઓ કથિત રીતે ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા.

ખુલ્લેઆમ કતારને ટેકો

બેઠકમાં ભાગ લેનારા 55 મુસ્લિમ દેશોએ ઇઝરાયલને ચેતવણી આપી હતી કે આવા હુમલાઓ માત્ર પ્રાદેશિક શાંતિને જોખમમાં મૂકશે નહી. પરંતુ પરિસ્થિતિને વધુ ખરાબ પણ કરી શકે છે. પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા અને મલેશિયા જેવા દેશોએ મંચ પરથી ખુલ્લેઆમ કતારને ટેકો આપ્યો હતો. પરંતુ, યુએઈ અને બહેરીને તેમના સર્વોચ્ચ નેતાઓને મોકલવાને બદલે ફક્ત નાના પ્રતિનિધિઓ મોકલ્યા. પડોશી હોવા છતાં, આ અંતર કતાર માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે.

પ્રાદેશિક રાજકારણમાં અલગ સ્થિતિ

ઇઝરાયલ સાથેના અબ્રાહમ કરાર પછી, બંને દેશો વચ્ચેના સંબંધો ખુલ્લેઆમ સામાન્ય થઈ ગયા છે. આવી સ્થિતિમાં, તેઓ ઇઝરાયલ સામે ખુલ્લેઆમ ઉભા રહેવાનું ટાળી રહ્યા હોય તેવું લાગે છે. કતાર લાંબા સમયથી પ્રાદેશિક રાજકારણમાં પોતાને મુસ્લિમ વિશ્વના મજબૂત ચહેરા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તેના પોતાના પડોશીઓ તરફથી અડધું સમર્થન તેની છબીને નુકસાન પહોંચાડી શકે છે.

  • Follow us on: