હાલમાં લાવરોવ પ્રકરણમાં તિખોનોવાનું નામ ચર્ચાયુ હતુ. લાવરોવને હટાવીને તિખોનોવા પુતિનના કિચન કેબિનેટમાં સામેલ થવા ઇચ્છા છે.
પુતિન પરિવારમાંથી પ્રથમવાર કોઇને સ્થાન
પુતિન પોતાના પુત્ર કરતા પહેલા પુત્રી એકાતેરિનને ક્રેમલિન એટલે કે રાષ્ટ્રપતિ આવાસમાં મોટી જવાબદારી સોંપવામાં ઇચ્છે છે. મોસ્કોથી લઇને સંપૂર્ણ યૂરોપમાં આ વાતની ચર્ચા છે. રશિયાના વિદેશ મંત્રી અને પુતિનના નજીકના વ્યક્તિ ગણાતા સાર્ગેઇ લાવરોવના હાલમાં ક્રેમલિનથી દૂર રહેવાની ખબર મીડિયામાં આવી હતી. પુતિન પોતાની પુત્રી તિખોનોવા લાવરોલના સ્થાને પોતાની પુત્રે લાવવા ઇચ્છે છે.
લાવરોવ પુતિનના ખાસ વ્યક્તિ
75 વર્ષીય સાર્ગેઇ લાવરોવ એક ચતુર ડિપ્લોમેટ માનવામાં આવે છે. 20 વર્ષથી તેઓ રશિયાના રાષ્ટ્રપતિ છે. આ દરમિયાન રશિયામાં બે રાષ્ટ્રપતિ બદલવામાં આવ્યા હતા. પરંતુ લાવરોવ પોતાના પદ પર સ્થાયી રહ્યાં હતા. લાવરોવને પુતિનના ખાસ વ્યક્તિ માનવામાં આવે છે. તિખોનોવા પુતિનના પ્રથમ પત્ની લ્યૂડમિલાની બીજી સંતાન છે. તિખોનોવાએ સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
તિખોનોવાએ સંભાળ્યો મામલો
લાવરોવ મામલે કહેવામાં આવે છે કે, બુડાપેસ્ટમાં શિખર સંમેલન રદ્દ થયા બાદ પુતિન અને લાવરોવમાં અંતર જોવા મળ્યુ હતુ. જી-20ની પ્રથમ બેઠક આફ્રિકા દ્વીપમાં યોજાશે. તેમાં લાવરોવને મોકલવામાં આવશે નહી. આ મામલે લાવરોવે કોઇ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ ક્રેમલિનના પ્રવક્તાએ જરુરથી કહ્યુ છે કે, આ પ્રકારની રિપોર્ટ પાયાવિહોણી છે. તેમાં કોઇ દમ નથી. લાવરોવના બેકફુટ આવતા જ તિખોનોવાએ મામલો સંભાળ્યો છે.













