રશિયાએ સમુદ્રની અંદર એક એવા પરમાણુ સબમરીન ડ્રોનનુ પરીક્ષણ કર્યુ છે, જેને આખી દુનિયાને હલાવી નાખી છે. ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ વિશે જાણકારી આપી છે. પુતિને આની જાહેરાત કર્યા બાદ અમેરિકાથી લઇને યુરોપીય યુનિયન સુધી લોકો હેરાન થઇ ગયા છે. પુતિનની જાહેરાતની અસર એ થઇ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તરત પરમાણુ પરીક્ષણનો આદેશ આપ્યો છે.
માનવરહિત સબમરીન ડ્રોન પેસાઇડનનું પરીક્ષણ કરાયું
પોસાઇડન નામના આ ડ્રોનની ક્ષમતા વિશે હજું સુધી કોઇ જાણકારી મળી નથી. પુતિને જણાવ્યુ કે પરમાણુ ક્ષમતા ધરાવતા ઓટોમેટિક માનવરહિત સબમરીન ડ્રોન પેસાઇડનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને ઉમેર્યું કે તે રશિયાની સૌથી શક્તિશાળી સરમત મિસાઇલ કરતાં વધુ શક્તિશાળી છે.
મિસાઇલને રશિયાની સેનામાં સામેલ કરાશે
પોસાઇડન ડ્રોનનુ એક સબમરીન દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યુ. આ ડ્રોનમાં પરમાણુ પાવર પ્લાન્ટ લગાવ્યો છે જે કોઇ મોટી સબમરીનના રિએક્ટરની તુલનામાં 100 ઘણી નાની છે. પુતિને સાથે એમ પણ કહ્યુ કે જલ્દી જ સમરત મિસાઇલને રશિયાની સેનામાં સામેલ પણ કરવામાં આવશે.
ખૂબ જ ખાસ છે પોસાઇડનનુ રિએક્ટર
પુતિને આ વિશે વધુમાં જણાવ્યુ હતુ કે આ રિએક્ટર કમાલનુ છે, તેમણે કહ્યુ કે આને બનાવવા માટે સ્પેસ ટેકનિકનો પણ ઉપયોગ કર્યો છે. મહત્વનુ છે કે પુતિને 2018માં પોતાના રાષ્ટ્રના નામે સંબોધનમાં પરમાણુ ક્ષમતા સંપન્ન ડ્રોન બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. પુતિને મંગળવારે જણાવ્યુ કે પરિક્ષણ દરમિયાન પોસાઇડન ડ્રોન સફળ રહ્યુ જોકે તેમણે આ વિશે વધારે કોઇ જાણકારી નથી આપી.
સમુદ્રી તટ પર સુનામી લાવવાની ક્ષમતા
જોકે રાષ્ટ્રપતિ પુતિને પોસાઈડન વિશે વિશેષ માહિતી આપી નથી, પરંતુ રશિયન મીડિયાના અનુસાર, આ ડ્રોનને એવી ડિઝાઇન આપવામાં આવ્યો છે કે તેને સમુદ્રી તટની નજીક વિસ્ફોટ કરાવી શકાય. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હોઈ શકે છે કે તે રેડિયોએક્ટિવ પાણીથી ભરેલી સુનામી પેદા કરી શકે, જે દરિયાકાંઠાના વિસ્તારો માટે વિનાશકારી સાબિત થઈ શકે છે.