કુનાર બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારત યાત્રાએ આવવાના છે. 9થી 16 ઓક્ટોબર સુધી મુત્તાકીની ભારત યાત્રા યોજાશે.

'વર્કિંગ રિલેશનશિપ મજબૂત કરનાર રસ્તો'

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી 9 ઓક્ટોબરે ભારત પ્રવાસે આવવાના છે. જ્યાં તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. તેવામાં આ રાજકીય પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તાલિબાને વર્ષ 2021માં અફઘાનિસ્તાનની સત્તા સંભાળી હતી. સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની આ પ્રથમ ભારત યાત્રા છે. આ યાત્રા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ યાત્રાને બન્ને દેશ વચ્ચે 'વર્કિંગ રિલેશનશિપ મજબૂત કરનાર રસ્તો' માનવામાં આવી રહ્યો છે.

UNSCએ હટાવ્યો પ્રતિબંધ

પાકિસ્તાનની સેના ડોકલામમાં તહરીક-એ-તાલિબાનના આતંકીઓ પર ઓપરેશન ચલાવવા ઇચ્છતી હતી. પરંતુ તાલિબાને તેનો વિરોધ કર્યો હતો. હવે આ જ કારણ માટે બન્ને વચ્ચે તણાવ ઉભો થયો છે. શરુઆતના વર્ષોમાં તાલિબાન સરકાર અંતરરાષ્ટ્રીય સ્તર પર લગભગ અલગ થઇ ગઇ હતી. પરંતુ હવે ધીરે-ધીરે સ્થિતિ બદલાઇ રહી છે. તાલિબાનના વિદેશ મંત્રી આમીર ખાન મુત્તાકી 9થી 16 ઓક્ટોબર દરમિયાન ભારત આવશે. મુત્તાકી પર અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રતિબંધ લગાવ્યા હતા. પરંતુ હવે UNSCએ આ પ્રતિબંધ હટાવી લીધો છે.

ભારત માટે મહત્ત્વનો ટ્રેડ કોરિડોર

ભારતે આ યાત્રા મામલે કહ્યુ છે કે, તેમનો તાલિબાન સાથે સંબંધ અને અફઘાનિસ્તાનની જનતા સાથે જુના સંબંધો છે.ત સુરક્ષા અને પ્રવાસન ક્ષેત્રે આ સંબંધો મહત્ત્વપૂર્ણ છે. અફઘાનિસ્તાન દવાઓ અને કૃષિ ઉત્પાદનની ભારે અછત સામે ઝઝૂમી રહ્યો છે. તેથી તાલિબાન મંત્રી ભારત પાસેથી સહાયની માગ કરે છે. ચાબહાર પોર્ટ મામલે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા માટે ભારત માટે મહત્ત્વનો ટ્રેડ કોરિડોર છે. તાલિબાન ઇચ્છે છે કે, દિલ્હીમાં રાજનેતાઓની નિયુક્તિ કરવામાં આવે. અને મુંબઇ-હૈદરાબાદના વાણિજ્ય દૂતાવાસમાં પણ કર્મચારીઓ વધારવામાં આવે.  

  • Follow us on: