યુરોપમાં વધતા ડ્રોન ખતરાને રશિયા સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. EU 'ડ્રોન વોલ' બનાવનારને તૈયાર કરી રહ્યુ છે.
સામાજિક પરિસ્થિતિ પર સવાલ
બ્રિટનના મૈનચેસ્ટરમાં યહુદી પ્રાર્થના સ્થળ પર હુમલો થયો હતો. આ માત્ર આતંકવાદી ઘટના ન હતી. પરંતુ યુરોપની સુરક્ષા વ્યવસ્થા અને બદલાતી સામાજિક પરિસ્થિતિ પર સવાલ ઉભા થઇ રહ્યા છે. સીરિયા મૂળના 35 વર્ષીય બ્રિટિશ નાગરિક જિહાદ અલ શમીએ આ હુમલો 'યોમ કિપ્પુર'ના પવિત્ર દિવસે કર્યો હતો. તેણે પહેલા લોકો પર કાર ચઢાવી અને પછી ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. અને 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરોને ઘટના સ્થળે જ ઠાર માર્યો હતો. પોલીસે બાદમાં અન્ય 3 લોકોની પણ ધરપકડ કરી હતી.
Also Read
World News: યુકેના Manchesterમાં યહૂદી પ્રાર્થના સ્થળની બહાર હુમલો, હુમલાખોરને ઠાર મરાયો
World News : જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર અનેક ડ્રોન દેખાતા 17 ફલાઈટ રદ, 3000 મુસાફરોને હાલાકી
World News : પાકિસ્તાનમાં નેશનલ પ્રેસ ક્લબમાં હંગામો, પોલીસે પત્રકારોને ઢોર માર માર્યો, PoK સાથે કનકેશન હોવાનું ખૂલ્યું
બ્રિટનમાં વધી ચિંતા
કટ્ટરપંથની હુમલાના મૂળ શોધવા જરુરી બન્યા છે. બ્રિટનમાં ગુનાઓ સતત વધી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઇસ્લામિક દેશોમાંથી આવે છે. અને અહીં શરણ લે છે. સમૂહ શરિયા કાયદો લગાવવા માટે માગ કરે છે. પશ્ચિમી દેશ કેટલીય વાર આ મુદ્દે ચેતાવણી આપી ચુક્યુ છે. ઇઝરાયલ અને હમાસના યુદ્ધ બાદ રસ્તાઓ પર રેલીઓ બાદ યહુદીઓ સાથે નફરતનો સંબંધ વિકસી રહ્યો છે.
પત્રકારો તરફથી પ્રશ્નોનો મારો
ઇસ્લામિક દેશોમાંથી આવનાર શરણાર્થીઓ મામલે બ્રિટનમાં ચિંતા વધી રહી છે. ડૉનાલ્ડ ટ્રમ્પ યૂકેની યાત્રાએ હતા ત્યારે ડૉનાલ્ડ ટ્ર્મ્પ અને કીર સ્ટાર્મર સંયુક્ત પત્રકાર પરિષદ યોજી રહ્યા હતા. ત્યારે એક પત્રકારે કીર સ્ટાર્મરને પૂછ્યુ હતુ કે, શું બ્રિટન હજુ સુધી એક ખ્રિસ્તી દેશ છે. ત્યારે કીર સ્ટાર્મરે કહ્યુ હતુ કે, અમે બાકીના ધર્મનું પણ એટલું જ સન્માન કરીએ છીએ જેટલું આપણા ધર્મનુ કર્યુ છીએ.










