જર્મનીના મ્યુનિક એરપોર્ટ અચાનક બંધ કરવામાં આવ્યું. મ્યુનિક એરપોર્ટ પર અનેક ડ્રોન દેખાતા ઓથોરિટી દ્વારા તત્કાલ નિર્ણય કરવામાં આવ્યો. એરપોર્ટ ઓથોરિટીએ 17 ફલાઈટ રદ કરી અને અન્ય ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મ્યુનિક એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું. ડ્રોન દેખાવા એ યુરોપિયન ઉડ્ડયન કેન્દ્રો માટે વારંવાર પડકાર બની ગયું છે. કારણ કે આકાશમાં ઉડતા ડ્રોન ફલાઈટ અને મુસાફરોની સુરક્ષા માટે ખતરારૂપ છે તેવું એરપોર્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું.
મ્યુનિક એરપોર્ટ બંધ કરાતા મુસાફોરને હાલાકી
ડ્રોન દેખાતા મ્યુનિક એરપોર્ટ સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યા પછી બંધ કરવામાં આવ્યું. અને 17 ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરાતા લગભગ 3,000 મુસાફરો પ્રભાવિત થયા હતા. અન્ય 15 ફ્લાઇટ્સને સ્ટુટગાર્ટ, ન્યુરેમબર્ગ, વિયેના અને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવી હતી. મહત્વનું છે કે ગત અઠવાડિયે પણ એરપોર્ટ પર ડ્રોન દેખાવાની ઘટના બની હતી. તે સમયે ડેનમાર્ક અને નોર્વેના એરપોર્ટ પર કામચલાઉ બંધ કરવામાં આવ્યા હતા. જોકે ઓથોરિટી દ્વારા તમામ ચકાસણી કર્યા બાદ એરપોર્ટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. બાવેરિયાના મ્યુનિક એરપોર્ટે આ વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ 20 મિલિયન મુસાફરોને સેવા આપી હતી.
ડ્રોન દેખાવાની હવાઈ સેવા પર અસર
ઓક્ટોબર મહિનામાં જર્મીનમાં અત્યારે ફેસ્ટ ફેસ્ટિવલ થાય છે. પરંતુ તાજેતરમાં મ્યુનિકમાં એક રહેણાંક મકાનમાં બોમ્બની ધમકી બાદ વિસ્ફોટકો મળી આવ્યા હતા. જેેને પગલે મ્યુનિક ઓક્ટોબર ફેસ્ટ ફેસ્ટિવલને લઈને આ અઠવાડિયાની શરૂઆતથી જ એલર્ટ પર હતું. દક્ષિણ જર્મનીના બાવેરિયામાં સ્થિત, મ્યુનિક એરપોર્ટ લુફ્થાન્સા માટેનું કેન્દ્ર છે અને આ વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ 20 મિલિયન મુસાફરોનું સંચાલન કર્યું છે. ડ્રોન જોવા મળવાને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી યુરોપ હાઇ એલર્ટ પર છે. પોલેન્ડ અને રોમાનિયા ઉપર નાટો હવાઈ ક્ષેત્રમાં રશિયન ડ્રોન ઘૂસણખોરી કરવાના આરોપો તેમજ રશિયન લડાકુ વિમાનો દ્વારા એસ્ટોનિયન હવાઈ ક્ષેત્રમાં કથિત ઉલ્લંઘનના આરોપોએ ચિંતા વધારી છે.