સુરક્ષા દળો તરફથી પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કરતા મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા છે. આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

વિવિધ સ્થળો પર ધરણાં પ્રદર્શનો

કોટલી જિલ્લામાં JKAACની અપીલ પર પૂર્ણ બંધ રાખવામાં આવ્યુ છે. પ્રમુખ પ્રવેશ અને નિકાસ માર્ગોને પ્રદર્શનકારીઓએ રોકી રાખ્યો હતો. વિવિધ સ્થળો પર ધરણાં પ્રદર્શનો આયોજિત કરવામાં આવ્યા હતા. રાવલાકોટ અને વાધથી આવેલા લગભગ 2 હજાર પ્રદર્શનકારીઓનુ ટોળું જ્યારે ધિરકોટ પહોંચ્યુ હતુ ત્યારે પોલીસે ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં 4 નાગરિકના મોત થયા હતા. જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોમાં સ્થાનિકોની સાથે પોલીસકર્મીઓ પણ સામેલ છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ

આ આંદોલન દરમિયાન કેટલાય સ્થળો પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઇ હતી. જેમાં કેટલાય લોકો ઘાયલ થયા હતા. અને 12થી વધુ લોકોના મોત થયા હતા. રાજધાની મુઝફ્ફરાબાદમાં ધિરકોટની ઘટના વિરુદ્ધ લાલ ચોકમાં 2 હજાર લોકો ધરણાં પ્રદર્શન પર બેઠા હતા. બાદમાં તેને શહેરના બાયપાસ ક્ષેત્રમાં સ્થળાંતરિત કરવામાં આવ્યુ હતુ. કે જેનાથી અન્ય સ્થળોએ ટોળાની રાહ જોઇ શકાય.

સરકારની ચેતાવણી

ચકસ્વારી અને ઇસ્લામગઢથી નિકળીને JKAAC સમર્થકોના જૂથે પોલીસ પર હુમલાઓ કર્યા હતા. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. અને 10 લોકો ઘાયલ થયા હતા. PoK સરકારના મુખ્ય સચિવે JKAAC નેતાઓને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. અને નોટીસ આપી હતી. પરંતુ સરકારે ચેતાવણી પણ આપી હતી કે, જો વિરોધ પ્રદર્શનો બંધ નહી કરવામાં આવે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. 

  • Follow us on: