રશિયા લાંબા સમયથી ટેલિગ્રામ અને વોટ્સએપ જેવી વિદેશી એપ્સનો ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પહેલાથી જ પ્રતિબંધિત છે. રશિયાએ વર્ષ 2024માં વાઇબર મેસેન્જરને પણ બ્લોક કરી દીધું હતું. હવે રશિયાએ આની જગ્યાએ મેક્સ લોન્ચ કર્યું છે અને દરેકને તેનો ઉપયોગ કરવા માટે જણાવ્યુ છે. રશિયાએ તેના અધિકારીઓને 1 સપ્ટેમ્બર સુધીમાં વોટ્સએપ જેવી વિદેશી એપ છોડીને સ્વદેશી એપ 'મેક્સ' પર સ્વિચ કરવાનો આદેશ આપ્યો છે.
મેટાને 'ઉગ્રવાદી સંગઠન' જાહેર કર્યું
જેમ જેમ દુનિયા આધુનિક બની રહી છે. તેમ તેમ જીવનના દરેક કાર્યમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. હવે ટેકનોલોજી બે દેશો વચ્ચેના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે માત્ર આધુનિક શસ્ત્રોમાં જ નહી. પરંતુ ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં, મનોવૈજ્ઞાનિક યુદ્ધ લડવામાં પણ ખાસ ભૂમિકા ભજવી રહી છે. એટલા માટે આજના યુગમાં ઘણા આતંકવાદી સંગઠનો ફોન કે આવી કોઈપણ આધુનિક સુવિધાઓ લેવાનું ટાળે છે. ઉપરાંત, ફેસબુક, વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ પર સમયાંતરે માહિતી વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં રશિયાએ તેના અધિકારીઓને 1 સપ્ટેમ્બર સુધીમાં સ્વદેશી એપ 'મેક્સ' પર સ્વિચ કરવાનો આદેશ આપ્યો છે. તાજેતરના વર્ષોમાં, મોસ્કો ટેલિગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ જેવી વિદેશી એપનો ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેન પર આક્રમણ કર્યા પછી, રશિયાએ ફેસબુક અને વોટ્સએપની માલિકી ધરાવતી મેટાને 'ઉગ્રવાદી સંગઠન' જાહેર કર્યું છે.
સ્વદેશી એપ 'મેક્સ'
મેક્સ એપ રાજ્યની માલિકીની કંપની વીકે દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહી છે. જે યુટ્યુબની હરીફ કંપની વીકે વિડીયોની માલિકી ધરાવે છે. વીકે કંપનીની સ્થાપના ટેલિગ્રામના સર્જક પાવેલ દુરોવ દ્વારા કરવામાં આવી હતી. આ કાયદામાં રશિયા પર પ્રતિબંધો લાદનારા દેશોની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ પણ છે. રશિયન સરકાર વિદેશી મેસેન્જર એપ્સને અસુરક્ષિત માને છે અને ડિજિટલ સાર્વભૌમત્વને પ્રોત્સાહન આપવા માટે 'વ્લાડ્સ એપ' અને 'મેક્સ' જેવી સ્વદેશી એપ્સ લોન્ચ કરી છે. આ એપ્સ સરકારી નિયંત્રણ હેઠળ રહેશે અને રશિયન સર્વર પર ડેટા સ્ટોર કરશે. વિશ્વમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની સોશિયલ મીડિયા એપ્સ યુએસ અથવા અન્ય પશ્ચિમી દેશો સાથે જોડાયેલી છે.