યુરોપના વિવિધ દેશોમાં વધી રહેલી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર અને હિંસક બની રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ફ્રાન્સ, ઇટાલી અને અન્ય યુરોપિયન દેશોમાં વસતા પોતાના નાગરિકોને અત્યંત સતર્ક રહેવા અને મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવા માટે ખાસ સલાહ (Advisory) જારી કરી છે.
વિદેશ મંત્રાલયે ભારતીયોને આપી સાવચેત રહેવાની સલાહ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ફ્રાન્સ, ઇટાલી અને બેલ્જિયમમાં આવેલા ભારતીય દૂતાવાસો સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેઓ ત્યાં રહેતા ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે. નાગરિકોને બહાર નીકળતી વખતે સાવધાની રાખવા, વિરોધ પ્રદર્શન વાળા વિસ્તારોથી દૂર રહેવા અને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડક પાલન કરવા જણાવાયું છે.
યુરોપમાં અત્યાર સુધીની આ ભયાનક હિંસા
ગુરુવારે, પેરિસમાં હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે ભયંકર અથડામણો અને વ્યાપક લૂંટફાટ બાદ વિરોધ પ્રદર્શન કરાયું હતું. અત્યાર સુધીમાં આ દેશનું ભયાનક વિરોધ પ્રદર્શન હતું. આ દેશની વર્ષોની સૌથી હિંસક અશાંતિ હતી. અહેવાલો અનુસાર, ફ્રાન્સના શહેર લિમોજેસમાં પ્રદર્શનકારીઓએ એક ઐતિહાસિક ટાઉન હોલમાં આગ લગાવી હતી તેમજ અન્ય સ્થાનો પર તોડફોડની ઘટનાઓમાં જાહેર મિલકત અને મોટી દુકાનોને નિશાન બનાવ્યા હતા.
ફ્રાન્સમાં 70,000 પોલીસ તૈનાત અને સુરક્ષા વ્યવસ્થા કડક
ગયા અઠવાડિયે ફ્રાન્સમાં થયેલી ભારે હિંસા અને લૂંટફાટ બાદ શનિવારે ફરી વિરોધ પ્રદર્શનો યોજાવવાની શક્યતા છે. હિંસા અને રમખાણો ફરી ન ભડકે તે માટે સરકારે સુરક્ષા ચોકીઓ મજબૂત બનાવી છે. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે દેશભરમાં આશરે ૭૦,૦૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
મોંઘવારીથી કંટાળી યુરોપના અનેક દેશોમાં જનતા રસ્તા પર
તાજેતરના દિવસોમાં વધતી જતી સખત મોંઘવારીને કારણે સમગ્ર યુરોપમાં જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અલ્બેનિયા, ફ્રાન્સ, ઇટાલી અને પોર્ટુગલ જેવા દેશોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે પેરિસમાં હિંસાને કારણે કર્ફ્યુ લાદવાની નોબત આવી છે, જ્યારે ઇટાલી સરકારે રમખાણો રોકવા માટે કડક કાયદા લાગુ કર્યા છે.
ઐતિહાસિક અસ્કયામતો અને દુકાનોને ભારે નુકસાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધકર્તાઓએ ફ્રાન્સના લિમોજેસ શહેરમાં આવેલી એક ઐતિહાસિક ટાઉન હોલની ઇમારતમાં આગ લગાવી દીધી હતી. આ સિવાય જાહેર સંપત્તિ અને ખાનગી દુકાનોને પણ મોટા પાયે તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Neha Boraને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, અરજી ફગાવી, બોન્ડ ભરવાના નોટિસ સામે પડકાર નિષ્ફળ