અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિ પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે. પરંતું આ વખતે આ સવાલો તેના પરિવારે ઉઠાવ્યા છે. ટ્રમ્પના ભત્રીજાએ દાવો કર્યો છે કે કાકામાં હવે ડિમેંશિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે. 


ડિમેેશિયા એક એવી સ્થિતિ છે જે મસ્તિષ્કના કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. જેનાથી યાદશક્તિ, વિચારવાની ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતા વ્યક્તિ ગુમાવી દે છે. ટ્રમ્પના ભત્રીજાએ એ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પ ફેમિલીમાં પહેલેથી આ બિમારીનો ઈતિહાસ રહ્યો છે. 

જે લક્ષણો દાદાજીમાં હતા તે જ કાકામાં દેખાય છે

તાજેતરમાં, ફ્રેડ ટ્રમ્પ III ધ ડીન ઓબેદલ્લાહ શોમાં દેખાયા હતા અને તેમના નવા પુસ્તક ઓલ ઇન ધ ફેમિલી: ધ ટ્રમ્પ્સ એન્ડ હાઉ વી ગોટ ધીસ વેની ચર્ચા કરતી વખતે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના પિતા ફ્રેડ ટ્રમ્પ સિનિયર આઠ વર્ષથી અલ્ઝાઇમરથી પીડાતા હતા,

હવે તે ફોકસ કરી શકતા નથી, વાતો ભૂલી જાય છે. 

ફ્રેડ ટ્રમ્પ III એ દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે પહેલા જેવા રહ્યા નથી. તે ફક્ત વૃદ્ધ દેખાવા લાગ્યો નથી, પરંતુ તેના ભાષણો અને ઇન્ટરવ્યુ પણ વાહિયાત લાગવા લાગ્યા છે. ફ્રેડે કહ્યું કે હવે તે એક વાત પર ટકી શકતા નથી. પહેલા તે પોતાની વાત પર વળગી રહેતા હતા, હવે તે ફક્ત બકવાસ બોલે છે.

જોકે, વ્હાઇટ હાઉસના ડૉક્ટર સીન બાર્બેરેલાએ ટ્રમ્પને અત્યંત સ્વસ્થ ગણાવ્યા છે. તેમના મતે, ટ્રમ્પે મોન્ટ્રીયલ કોગ્નિટિવ એસેસમેન્ટ ટેસ્ટ (MoCA) માં 30 માંથી 30 ગુણ મેળવ્યા છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે એકદમ સામાન્ય માનવામાં આવે છે. 

  • Follow us on: