એસ.જયશંકરે જણાવ્યું હતુ કે, 2014થી ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી અને નોંધપાત્ર ફેરફારો થયા છે.

ભારતમાં વેપાર કરવો સરળઃ એસ.જયશંકર 

જાપાનની રાજધાની ટોક્યોની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે જાપાની વ્યાપાર નેતાઓને ભારત વિશેના તેમના રૂઢિચુસ્ત વિચારો બદલવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી, નોંધપાત્ર ફેરફારો થયા છે અને વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા અને ભાગીદારી સતત વધી રહી છે. 'રાયસિના ટોક્યો 2026 'કાર્યક્રમમાં બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારતમાં વ્યાપાર કરવો પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી બન્યો છે.

https://x.com/PTI_News/status/2123058133258084567?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123058133258084567%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

વિદેશ મંત્રી જાપાનના ત્રણ દિવસના પ્રવાસે

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી એસ.જયશંકર 18 થી 20 નવેમ્બર દરમિયાન જાપાનની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી અને સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે મુલાકાત કરી. ચારેય નેતાઓએ ભારત અને જાપાન વચ્ચે ચોથી 2+2 બેઠકમાં ભાગ લીધો હતો. ભારત અને જાપાનના મંત્રીઓ સંરક્ષણ અને આર્થિક સુરક્ષાના ક્ષેત્રોમાં બે મુખ્ય પગલાં પર સંમત થયા છે. જાપાની સૈન્ય, જાપાન સ્વ-રક્ષા દળો, હવે ભારતીય ફાયરિંગ રેન્જનો ઉપયોગ કરી શકશે. આ માટે એક પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનું બંને દેશોના મંત્રીઓએ સ્વાગત કર્યું છે.

કયા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાયુ ?

વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના જાપાની સમકક્ષ તોશિમિત્સુ મોટેગી સાથે 19મી વિદેશ મંત્રી-સ્તરની વ્યૂહાત્મક સંવાદ યોજ્યો. બેઠક દરમિયાન, બંને નેતાઓએ પરસ્પર વિશ્વાસ અને લોકશાહી મૂલ્યો પર આધારિત ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને ખુલ્લાપણું જાળવવાનો સંકલ્પ કર્યો હતો. આ વાટાઘાટો આર્થિક સુરક્ષા અને પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી, જેમાં સેમિકન્ડક્ટર, આવશ્યક ખનિજો, AI, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ્યુનિકેશન અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં સહયોગનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ અમેરિકામાં ટેક આઉટેજ વચ્ચે Donald Trumpની મોટી કાર્યવાહી, સાયબર ચીફની કરાઇ હકાલપટ્ટી