ફિલિપાઇન્સના સેબુ ખાતે આયોજિત ADMM-પ્લસ (આશિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ) ફોરમ દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદ સામે ભારતનું મજબૂત અને સ્પષ્ટ વલણ પુનઃઉચ્ચારિત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા અને ક્ષેત્રીય શાંતિ તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય મંચ પરથી તેમણે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ સામે કડક ચેતવણી આપતા તમામ સભ્ય દેશોને સુરક્ષાના મુદ્દે એકજૂથ થવા અપીલ કરી હતી.
https://x.com/indembmanila/status/2115578445526933662?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115578445526933662%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
"આતંકવાદ સામે ભારતનો અનુભવ માત્ર પુસ્તકીય નથી":
પોતાના સંબોધનમાં રક્ષા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આતંકવાદ સામે લડવામાં ભારતનો અનુભવ માત્ર પુસ્તકીય કે સૈદ્ધાંતિક જ્ઞાન સુધી મર્યાદિત નથી. ભારતે દાયકાઓથી સીમાપારથી થતા આતંકવાદ અને વાસ્તવિક સુરક્ષા પડકારોનો પ્રત્યક્ષ સામનો કર્યો છે. આ લાંબા સમયગાળા દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ જે વ્યૂહરચનાઓ અપનાવી છે, તેનું જમીની સ્તરે પરીક્ષણ થયેલું છે અને તેના સકારાત્મક પરિણામો પણ મળ્યા છે. ભારતનો આ વ્યવહારિક અનુભવ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના અન્ય દેશો માટે પણ આતંકવાદ વિરોધી કામગીરીમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
