ત્રણ દિવસ પહેલા યોજાયેલી આ બેઠકમાં બંને વચ્ચે એક નવા કરારના સમાચાર બહાર આવ્યા હતા. આ સમાચારથી રિયાધમાં તણાવ વધ્યો છે.

લાલ સમુદ્ર ફરી ચર્ચમાં 

અમેરિકા અને હુથીઓએ તેમના 2025ના કરારનું નવીકરણ કર્યું છે. હુથી લડવૈયાઓએ વોશિંગ્ટનને ખાતરી આપી છે કે, તેમના જહાજોને લાલ સમુદ્રમાં નિશાન બનાવવામાં આવશે નહીં. જેના પગલે અમેરિકાએ યમનમાં સાઉદી સમર્થન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

સાઉદી અરેબિયાએ અમેરિકા પાસેથી કેમ માંગી મદદ ? 

તાજેતરમાં, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ફોન પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી મદદની વિનંતી કરી હતી. પરંતુ ટ્રમ્પે તેમને કોઈ નક્કર ખાતરી આપી ન હતી. આ સમાચાર જે રીતે બહાર આવ્યા છે તે રિયાધના તણાવમાં વધારો કરી શકે છે. સાઉદી અરેબિયાને હજુ સુધી પાકિસ્તાન, તુર્કી અને અમેરિકા જેવા દેશો તરફથી કોઈ મદદ મળી નથી. સાઉદી અરેબિયાએ હવે હુથીઓ સામેની લડાઈમાં બ્રિટન, ઇજિપ્ત અને ઇઝરાયલ પાસેથી સમર્થન માંગ્યું છે.

અમેરિકાએ હુથી લડવૈયાઓ સાથે કરાર કેમ કર્યો?

વર્ષ 2025માં, વોશિંગ્ટને હુથી બળવાખોરોને આતંકવાદી જાહેર કર્યા હતા. તેમને ખતમ કરવા માટે તેણે યમન પર વ્યાપક બોમ્બમારો કર્યો હતા. પરંતુ અમેરિકા નિષ્ફળ ગયું હતુ. આખરે, અમેરિકાએ હુથી બળવાખોરો સાથે કરાર કર્યો. અમેરિકા હાલમાં ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલું છે. જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેનો પુરવઠો ખોરવાઈ ગયો છે. હુથી બળવાખોરો સામે લડવાથી લાલ સમુદ્રમાં તેની સમસ્યાઓ વધી શકે છે. વધુમાં, હુથીઓ સામે લડવા માટે વધુ ખર્ચની જરૂર પડશે. વોશિંગ્ટન હાલમાં આમ કરવાની સ્થિતિમાં છે.

હુથી લડવૈયાઓના રડાર પર 

સાઉદી અરેબિયા હુથી લડવૈયાઓના રડાર પર છે કારણ કે રિયાધ યમનની સરકારને લશ્કરી સહાય પૂરી પાડી રહ્યું છે. અમેરિકાને યમનની લશ્કરી સરકારથી કોઈ ફાયદો દેખાતો નથી, અને તેથી, તેણે તેનાથી દૂરી બનાવી લીધી છે. યમનમાં અમેરિકાના ભૂતપૂર્વ નાયબ રાજદૂત નબીલ ખૌરીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર અને હુથીઓ વચ્ચે એક મૌન સમજૂતી થઈ છે. ખૌરી કહે છે કે આ કરાર હેઠળ, હુથીઓ અમેરિકાને નુકસાન પહોંચાડશે નહીં, અને અમેરિકા હુથીઓને નુકસાન પહોંચાડશે નહીં.

આ પણ વાંચોઃ  પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક, વજન કે સ્ટ્રેસ નહીં, તમારા જડબાંની બનાવાટ હોઈ શકે છે મુખ્ય કારણ!