યુક્રેન પર ફરીવાર રશિયાએ તેના મોટા ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં યુક્રેનના મુખ્ય ઉર્જા સ્થાપનોનો નાશ થયો છે અને છ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.


યુક્રેન પર વધુ એક મોટો ધાતક હુમલો

થોડા સમય પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના લીડર વ્લાદિમીર પુતિનને અલાસ્કા ખાતે શાંતિ માટે બાંધવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ તેઓ બિલકુલ સફળ થયા નહીં. ત્યારે હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની બેઠક મુલતવી રાખ્યાના એક દિવસ પછી જ રશિયાએ યુક્રેન પર એક મોટો ધાતક હુમલો કર્યાના અહેવાલ સામે આવ્યા છે. આ બેઠક અંગે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સમય બગાડવા માંગતા નથી.

રશિયાએ કરાવ્યો યુક્રેનને ઉજાગરો

મળતી માહિતી મુજબ રશિયાએ યુક્રેન પર ઘાતકી ડ્રોન અને મિસાઈલોથી વિનાશક હુમલો કર્યો છે અને આ હુમલો રશિયાએ યુક્રેન પર રાતના સમયે કર્યો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ આ હુમલો રશિયાએ યુક્રેન પર આખી રાત કર્યો હતો જેમાં રાત્રિ દરમિયાન બોમ્બમારો કરવામાં આવ્યો હતો જે કારણથી યુક્રેનને આખી રાત ઉજાગરો કરવો પડ્યો હતો. આ હુમલાથી સમગ્ર યુક્રેનનમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

ઝેલેન્સકીની કડક પ્રતિક્રિયા

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા હજુ પણ યુદ્ધને લંબાવવા માંગે છે. વધુમાં ઝેલેન્સકીએ કહ્યું કે આ હુમલાઓથી કિવ, ઝાપોરિઝિયા, ઓડેસા, ચેર્નિહિવ, કિરોવોહરાદ, પોલ્ટાવા, વિનિટ્સિયા, ચેર્કાસી અને સુમી સહિત વિવિધ પ્રદેશોમાં વ્યાપક નુકસાન થયું છે અને નિર્દોષ બાળકોના મોત થયા છે. 

  • Follow us on: