રશિયન નાણા વિભાગ અનુસાર, 9 સપ્ટેમ્બરે મોસ્કોમાં 2.16 ગ્રામ હીરાની હરાજી કરાશે. આ હીરા સરકારી તિજોરીમાં હતા. હવે વેચાણ માટે તૈયાર છે.
સરકારે મોટી માત્રામાં સોનું વેચ્યું
યુક્રેનિયન મીડિયા અહેવાલ આપે છે કે, રશિયન સરકારે તેના તિજોરીમાંથી મોટી માત્રામાં સોનું વેચ્યું છે. રશિયન નાણા મંત્રાલયે છેલ્લા છ મહિનામાં 445 ટન સોનું વેચ્યું છે. માર્ચ 2026 માં, બ્લૂમબર્ગે દાવો કર્યો હતો કે રશિયાએ એક જ વર્ષમાં $4 બિલિયનનું સોનું વેચ્યું છે. રશિયન સરકારે આ વાતનો ઇનકાર કર્યો ન હતો. હવે, રશિયાએ હીરા વેચ્યા હોવાનું સામે આવ્યુ છે.
રશિયાની આર્થિક સ્થિતિ નબળી
અત્યાર સુધી, રશિયામાં ફક્ત 2.16 ગ્રામથી ઓછા વજનના હીરા વેચાયા હતા. આ પહેલી વાર છે જ્યારે 2.16 ગ્રામથી વધુ વજનનો હીરા હરાજી માટે મૂકવામાં આવ્યો છે. રશિયા 2022 થી યુક્રેન સાથે યુદ્ધમાં છે, જેના કારણે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે.
તેલ અને ગેસ સુવિધાઓ પર મોટો હુમલો
2025 ના સરકારી ડેટા અનુસાર, રશિયાની બજેટ ખાધ GDPના 2.6% હતી, જે 2020 પછી સૌથી વધુ છે. પ્રતિબંધોને કારણે, રશિયા તેલ અને ગેસમાંથી આવક ઉત્પન્ન કરવામાં અસમર્થ છે. 2025 માં, રશિયાની તેલ અને ગેસની આવકમાં 24 ટકાનો ઘટાડો થયો. યુક્રેને તાજેતરમાં રશિયન તેલ અને ગેસ સુવિધાઓ પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે આ વર્ષે પણ રશિયાની સ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે. આ પડકારોનો સામનો કરવા માટે, રશિયાએ પહેલા સોનું વેચ્યું છે અને હવે હીરાની હરાજી કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ સાઉદી અરેબિયા, UAE અને અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયોના મોત, MEAના ચોંકાવનારા આંકડા આવ્યા સામે
