રશિયાના રિયાઝાન વિસ્તારમાં આવેલી દરુગોળો બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 20ના મોત અને 134 લોકો ઘાયલ થયા છે. મોસ્કોથી 250 કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલા શિલોવ્સ્કી જિલ્લામાં આ દુર્ઘટના બની છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવાનું કામ હાથ ધરાયુ છે.


દારુગોળો બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ 

દારુગોળો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી અને બાદમાં બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક તપાસ શરુ કર્યા બાદ કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. રિયાઝાન વિસ્તારમાં એક દિવસની શોકની જાહેરાત કરાઇ છે. 20 લોકોના મોત થતા પરિવારજનોને તેમના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આગ અને બ્લાસ્ટનું કારણ હજુ અકબંધ છે. અહીં ઇમરજન્સી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. રિયાઝાન વિસ્તારના ગર્વનર પાલેવ માલકોવે જણાવ્યુ હતુ કે, એક વર્કશોપ દરમિયાન અહીં આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ અહી વિસ્ફોટ થયો હતો.

સરકારી સહાય માટે જાહેરાત

મૃતકોના પરિવારને અને ઘાયલોને સહાય આપવામાં આવી રહી છે. તો સાથે જ ફેક્ટરીમાં પ્રોડક્શન બાબતે તપાસ શરુ કરાઇ છે. આ ઉપરાંત ઘાયલોને તુરંત સારવાર મળી રહી તે માટે પણ હૉસ્પિટલમાં સ્ટાફ પહોંચાડવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ લોકોને અન્ય હૉસ્પિટલમાં રિફર કરાયા છે. 

  • Follow us on: